હૈદરાબાદઃ TV એક્ટ્રેસ તુનિષા શર્માના આત્મહત્યા કેસ (sushant suicide case) વચ્ચે દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સુશાંતના પોસ્ટમોર્ટમ સ્ટાફમાં સામેલ એક વ્યક્તિએ ભારપૂર્વક દાવો કર્યો છે કે, 'અભિનેતાએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી (sushant singh rajput death reason) છે.' આ સનસનાટીભર્યા ઘટસ્ફોટનો દાવો કરનાર આ વ્યક્તિએ જણાવ્યું છે કે, 'સુશાંતના પોસ્ટમોર્ટમ દરમિયાન તે ઓટોપ્સી રૂમમાં હાજર હતો અને ત્યાંની તમામ પ્રક્રિયામાં સામેલ હતો.' નોંધપાત્ર રીતે તારીખ 14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈના ઘરમાં લટકતો મળી આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Tunisha Sharma death case: કોર્ટે અભિનેતા શીઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો
પોસ્ટમોર્ટમ અંગે ખુલાસો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપકુમાર નામના આ વ્યક્તિએ દાવો કર્યો છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, તે સમયે 5 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક VIP મૃતદેહ હતો. રૂપકુમારના કહેવા પ્રમાણે, જ્યારે તે પોસ્ટમોર્ટમ રૂમમાં ગયો તો તેણે જોયું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડી ત્યાં હતી અને તેના શરીર અને ગળા પર ઘણા નિશાન હતા. તેણે એ પણ ખુલાસો કર્યો કે, પોસ્ટમોર્ટમનો વીડિયોગ્રાફી કરવામાં આવ્યો ન હતો. માત્ર ફોટોગ્રાફ્સ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેનું પાલન કરવામાં આવ્યું હતું.
આત્મહત્યા નથી હત્યા: રૂપકુમારે આગળ કહ્યું, 'મેં પોસ્ટમોર્ટમ રૂમમાં સુશાંતની ડેડ બોડી જોઈ, હું તેને જોઈને સમજી ગયો અને સિનિયર્સને કહ્યું કે, આ આત્મહત્યા નથી. આ હત્યા છે. મેં તેમને નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું હતું. પરંતુ મારા વરિષ્ઠોએ ઝડપથી તસવીર ખેંચી લીધી અને મૃતદેહને પોલીસને સોંપવાનું કહ્યું. જેના કારણે સુશાંતનું પોસ્ટમોર્ટમ રાત્રે જ કરવું પડ્યું.
આ પણ વાંચો: હિન્દી ભાષા બીજા પર લાદવી મૂર્ખામી છે, તેનો થશે વિરોધ: કમલ હસન
રુપકુમારની વાતમાં કેટલી સત્યતા: હવે આ હાઈ પ્રોફાઈલ ડેથ કેસમાં રૂપકુમારે કેટલું સત્ય અને કેટલું જૂઠું કહ્યું છે. તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ રૂપકુમારની વાતમાં કોઈ સત્યતા હશે તો તે સાબિત થઈ શકે છે. બોલિવૂડ માટે ખતરાની ઘંટડી હોઈ શકે. કારણ કે, આજે પણ સુશાંતના ચાહકો તેના મૃત્યુનું કારણ જાણવા રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત આજે પણ સોશિયલ મીડિયા પર તેના વિશે ધૂમ મચાવી રહી છે.
શું છે સમગ્ર ઘટના: તારીખ 14 જૂન 2020ના રોજ બપોરે સુશાંત સિંહ રાજપૂત વિશે સમાચાર આવ્યા કે, તેમણે તેમના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતની લાશ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. આ કેસની પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યા ગણાવી હતી. આ મામલો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે દિવંગત અભિનેતાના પિતા કેકે સિંહે વતન પટનામાં FIRમાં ફરિયાદ નોંધાવી કે, તેમના પુત્રએ આત્મહત્યા કરી નથી. પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ ફરિયાદમાં દિવંગત અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી સુશાંતના રહસ્યમય મૃત્યુનો મામલો પટના થઈને મુંબઈ થઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), નાર્કોટિક્સ બ્યુરો (NCB) અને CBI સુધી પહોંચ્યો હતો. સુશાંતના કેસની ફાઈલ હજુ પણ CBI પાસે પડી છે, જેનો હજુ સુધી ખુલાસો થયો નથી.