મુંબઈ: સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' પ્રત્યે ચાહકોમાં ક્રેઝ ઓછો થાય તેમ લાગતું નથી. આ ફિલ્મે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કારણ કે, બહુ ચર્ચીત ફિલ્મે 500 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો છે. રવિવારે આ ફિલ્મે 7.80 કરોડની કમાણી કરી હતી. આ સાથે અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 501.17 કરોડ રુપિયા થઈ ગયું છે.
ગદર 2 500 કરોડના ક્લબમાં પ્રવેશી: તરણ આદર્શના રિપોર્ટ અનુસાર, 'ગદર 2' મોટા પાયે ખિસ્સામાં પ્રભુત્વ જાળવી રહ્યું છે. એકવાર 'જવાન' રિલીઝ થયા બાદ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. 'ગદર 2'એ શુક્રવારે 5.20 કરોડ, શનિવારે 5.72 કરોડ, રવિવારે 7.80 કરોડ રુપિયાની કમાણી કરી છે. ભારતમાં બોક્સ ઓફિસ પર કુલ 501.17 કરોડ થઈ ગયા છે. આ સાથે 'ગદર 2' એ 'બાહૂબલી 2' અને 'પઠાણ' પછી 500 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે.
2023ની બીજો સર્વશ્રેષ્ઠ ઓપનર બની: ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, 'ગદર 2'એ થિયેટરોમાં તેના શરુઆતના દિવસે રુપિયા 40 કરોડની કણામી કરી હતી. શાહરુખ ખાનની 'પઠાણ' પછી તે 2023ની બીજી સર્વશ્રેષ્ઠ ઓપનર બની છે. ગદર 2 એ હિટ ફિલ્મની સિક્વલ છે, જે વર્ષ 2001માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ એક ટ્રક ડ્રાઈવર તારા સિંહની ભૂમિકામાં જોવા મળે છે.
ગદર 2ની સસ્કેસ પાર્ટી યોજાઈ હતી: તાજેતરમાં 'ગદર 2'ના નિર્માતાઓએ મુંબઈમાં એક ભવ્ય સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવુડના કલાકારોએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને શિલ્પા શેટ્ટી સામેલ છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ગદર2 ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને અમીષા પટેલ પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે અમિષા પટેલ આ ફિલ્મમાં એક સકીનાની ભૂમિકા ભજવી રહી છે. (ANI)