ETV Bharat / entertainment

Sunny Deol Video: પુત્ર કરણની મહેંદી-હલ્દી સેરેમનીમાં સની દેઓલે મનમૂકીને કર્યો ડાન્સ, જુઓ નાના ભાઈની પ્રતિક્રિયા - સની દેઓલ

સની દેઓલે તેમના મોટા પુત્ર કરણ દેઓલની દુલ્હનને ઘરે લાવવાની તૈયારી કરી લીધી છે. ગઈકાલે રાત્રે તે તેના પુત્રની મહેંદી અને હલ્દી સેરેમનીમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વીડિયોમાં નાના ભાઈ બોબી દેઓલ પણ જોવા મળે છે. જુઓ અહિં ડાન્સ વીડિયો.

પુત્ર કરણની મહેંદી-હલ્દી સેરેમનીમાં સની દેઓલે મનમૂકીને કર્યો ડાન્સ, જુઓ નાના ભાઈની પ્રતિક્રિયા

author img

By

Published : Jun 16, 2023, 1:06 PM IST

મુંબઈ: બોલિવુડના મજબૂત અભિનેતા સની દેઓલ તેના મોટા પુત્ર કરણ દેઓલના લગ્નની જાન કાઢવા માટે તૈયાર છે. તાજેતરમાં કરણ અને દ્રિષા આચાર્યની હલ્દી અને મહેંદી સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો. હવે કપલની મહેંદી અને હલ્દી સેરેમનીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કરણ દેઓલ અને દ્રિષા આચાર્યની મહેંદી અને હલ્દી સેરેમની ગઈ કાલે સાંજે મુંબઈમાં સની દેઓલના ઘરે થઈ હતી.

સની દેઓલનો ડાન્સ: અહીંથી સની દેઓલના ડાન્સનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. સની દેઓલે પુત્ર કરણની મહેંદી અને હલ્દી સેરેમનીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. હવે સની દેઓલના પુત્ર કરણના મહેંદી અને હલ્દી સેરેમનીમાં ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સની દેઓલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે પોતાના મહેમાનો સાથે ઓલ બ્લેક લુકમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સની દેઓલ ફિલ્મ જુગ જુગ જિયોના 'નચ પંજાબી' ગીત પર ઘણો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

બોબી દેઓલની પ્રતિક્રિયા: સનીની સામે ઉભેલા તેનો નાનો ભાઈ બોબી દેઓલ તેને જોઈને જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો બોબી દેઓલે પણ મોટા ભાઈ સની સાથે એક-બે સ્ટેપ મૂક્યા હોત તો મજા જ અલગ હોત. હવે સની દેઓલની આ સ્ટાઈલ જોઈને તેને સનીની ફિલ્મ 'ઝિદ્દી' અને 'જીત વાલા'નો ડાન્સ યાદ આવી ગયો. ગઈકાલે સાંજ સુધી સની દેઓલના ઘરે મહેમાનો આવતા-જતા રહ્યા અને રાત સુધી ઢોલ-નગારાનો માહોલ રહ્યો. એટલું જ નહીં, સની દેઓલે પુત્રની મહેંદી અને હલ્દીના લાડુ પણ પાપારાઝીને ખવડાવ્યા હતા. હવે તારીખ 18 જૂને સની દેઓલના પુત્ર કરણ દેઓલની જાન નિકળશે.

  1. Zhzb Collection Day 13 : 'જરા હટકે જરા બચકે'એ 13માં દિવસે આટલી કમાણી કરી, હવે બોક્સ ઓફિસ પર કમાણી કરવી મુશ્કેલ બનશે
  2. Adipurush Advance Booking : બોક્સ ઓફિસ પર આવશે સુનામી, 'આદિપુરુષ'નું એડવાન્સ બુકિંગ તોડશે 'પઠાણ' અને 'kgf 2'ના રેકોર્ડ?
  3. Adipurush Release Day: 'આદિપુરુષ' ફિલ્મ રિલીઝ, પ્રથમ સપ્તાહના અંતે 200 કરોડથી વધુ કમાણી કરે તેવી શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.