મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ (Suniel Shetty) તેમની લાડલી અભિનેત્રી આથિયા શેટ્ટી અને તેના બોયફ્રેન્ડના લગ્ન (Athiya Shetty KL Rahul marriage) વિશે વાત કરી હતી. ઘણા દિવસોથી ચાલી રહેલા આથિયા અને કેએલ રાહુલના લગ્નની અટકળો પર પૂર્ણવિરામ મુકતા અણ્ણાએ આખરે લોકોની ઉત્સુકતાને શાંત કરવા માટે એક મોટો સંકેત આપ્યો છે. આ દરમિયાન તેમણે લગ્નના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે, બંને ખરેખર ટૂંક સમયમાં લગ્ન કરશે.
રિલેશનશિપનો ખુલાસો: સુનીલ અપકમિંગ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ 'ધારાવી બેંક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાએ તે જ શ્રેણીની એક લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં લોકોએ તેને અથિયા અને કેએલ રાહુલના લગ્ન વિશે પૂછ્યું હતું. તેમણે લોકોની ઉત્સુકતાને શાંત કરવા માટે જવાબ આપ્યો હતો. ત્યાં તેમણે જવાબ આપ્યો, 'ટૂંક સમયમાં થશે લગ્ન. આથિયા અને કેએલ રાહુલ લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને બંનેએ પોતાના સંબંધોનો ખુલાસો પણ બધાની સામે કર્યો છે.'
ટુંક સમયમાં થશે લગ્ન: વર્ષ 2021માં ભાઈ અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. ત્યારે અથિયા અને કેએલએ મીડિયા સામે અનેક પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ કપલ એકથી વધુ સુંદર પોસ્ટ શેર કરતા રહે છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે સુનીલે આથિયા અને રાહુલના લગ્ન વિશે વાત કરી હોય. આ પહેલા પણ જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે, બાળકો નક્કી કરશે કે તરત જ લગ્ન થશે.'