ETV Bharat / entertainment

Sridevi Birthday: શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ અવસરે પતિ બોનિ કપૂરે થ્રોબેક તસવીર કરી શેર - બોની કપૂર શ્રીદેવી

બોલિવુડની સુંદર અભિનેત્રી શ્રીદેવીની જન્મજયંતિ છે. શ્રીદેવી 'હવા હવાઈ ગર્લ' તરીકે જાણીતી છે. લગભગ 300 ફિલ્મમોમાં કામ ચૂકેલી અભિનેત્રનો આજે 60મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના પતિ બોની કપૂર અને પૂત્રી ખુશી કપૂરે એક જૂની તસવીર શેર કરી છે અને શ્રીદેવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ અવસરે પતિ બોનિ કપૂરે થ્રોબેક તસવીર કરી શેર

author img

By

Published : Aug 13, 2023, 11:58 AM IST

Updated : Aug 13, 2023, 1:14 PM IST

મુંબઈ: બોલિવુડની સુંદર અભિનેત્રી શ્રીદેવી ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. આજે તારીખ 13 ઓગસ્ટ 2023ના રોજ બોલિવુડની આ સુંદર અભિનેત્રીનો 60મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર શ્રીદેવીના પતિ ફિલ્મ નિર્માતા બોનની કપૂરે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ સુંદર તસવીર શેર કરીને પત્ની શ્રીદેવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન પુત્રી ખુશી કપૂરે પણ તેમની માતાને યાદ કરતી જૂની તસવીર શેર કરી છે.

બોની કપૂરે તસવીર શેર કરીને પત્નિ શ્રીદેવીને શુભેચ્છા પાઠવી: અભિનેત્રી શ્રીદેવીના જન્મદિવસ પર ફિલ્મ નિર્માતા બોની કપૂરે મધ્યરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેમની પત્ની શ્રીદેવીને પોતાના હાથમાં પકડી રાખીને શાનદાર પોઝ આપતા જોવા મળે છે. બ્લેક જેકેટ અને ખુલ્લા વાળમાં શ્રીદેવી ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે બોની કપૂર રેડ અને વૂલેન જેકેટમાં રુપાળા લાગી રહ્યાં છે. એક સુંદર તસવીર શેર કરતા બોની કપૂરે રેડ હાર્ટ ઈમોજી સાથે 'હેપ્પી બર્થ ડે' લખ્યું છે. બોની કપૂરની આ પોસ્ટ તેમની મોટી પૂત્રી અભિનેત્રી જાનવી કપૂરે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ અવસરે પતિ બોનિ કપૂરે થ્રોબેક તસવીર કરી શેર
શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ અવસરે પતિ બોનિ કપૂરે થ્રોબેક તસવીર કરી શેર

ચાહકોએ અભિનેત્રી શ્રીદેવીને શુભેચ્છા પાઠવી: બોની કપૂર દ્વારા શેર કરવામાં આવેલી તસવીર જોઈ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું શરુ કરી દીધુ હતું. બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ચાહકોએ તેમનો પ્રેમ વરસાવ્યો છે. એક ચાહકે લખ્યું છે કે, ''પોતાના જીવનના પ્રેમ માટે જીવવું અને તેના જન્મદિવસનું સન્માન કરવું, તે ખરેખર એક મહાન વ્યક્તિ છે.'' બીજાએ કોમેન્ટ કરી છે કે, ''ભૂલિ બિસરી એક કહાની, ફિર આયી એક યાદ પુરાની.'' આ દરમિયાન બોની કપૂરે તેમના ઈન્સ્ટાગ્રામ પર 'ગુગલ ડૂડલ'ની તસવીર પણ શેર કરી છે.

ખુશી કપૂરે તસવીર શેર કરીને માતા શ્રીદેવીને શુભેચ્છા પાઠવી: શ્રીદેવીના જન્મદિવસ પર પુત્રી ખુશી કપૂરે પણ શુભચ્છા પાઠવી છે. ખૂશી કપૂરે પણ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જૂની તસવીર શેર કરી હતી. શેર કરેલી તસવીરમાં ખુશી કપૂર તેમની માતા શ્રીદેવી અને મોટી બહેન જાનવી કપૂર સાથે જોવા મળી રહી છે. આ થ્રોબેક તસવીર શેર કરીને ખુશી કપૂરે કેપ્શનમાં વ્હાઈટ હાર્ટ ઈમોજી સાથે 'હેપ્પી બર્થ ડે મમ્મા' લખ્યું છે. ખુશી કપૂર 'ધ આર્ચીઝ'થી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે.

  1. Indian Film Festival Of Melbourne: મેલબોર્ન 2023ના 14મા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત, જુઓ યાદી
  2. Arjun Rampal Six Pack Abs: 50 વર્ષની ઉંમેર અર્જુન રામપાલે કંઈ ફિલ્મ માટે બનાવી 6 પેક એબ્સ બોડી
  3. Gadar 2 Collection Day 2: 'ગદર 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર, 'OMG 2'ને પાછળ છોડી દીધી

Last Updated : Aug 13, 2023, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.