મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સાથે લગ્નની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આજે પણ આખા દિવસનું હલ્દી સમારોહ અને સંગીત સમારોહ યોજાયો હતો. આજે પણ આખા દિવસનું શિડ્યુલ પણ કન્ફર્મ છે. સાથે જ મહેમાનો માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, પરણિતી-રાઘવના લગ્નમાં મહેમાનોને રુમની ખાસ ચાવી અને બેગ ટેગ આપવામાં આવ્યા છે.
તમામ મહેમાનો લગભગ ઉદયપુર પહોંચી ગયા: રુમની ચાવીઓ અને બેગ ટેગ્સની ખાસ વાત એ છે કે, તેના પર પરિણીતી અને રાઘવના નામ લખેલા છે. આ રીતે જો જોવામાં આવે તો મહેમાનોનું સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ મહેમાનો લગભગ ઉદયપુર પહોંચી ગયા છે અને કેટલાક આજે તારીખ 24 સપ્ટેમ્બરે લગ્ન સમારોહમાં હાજરી આપશે. પરિણીતીના લગ્નમાં અનેક હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. મનીષ મલ્હોત્રા, સાનિયા મિર્ઝા, ભાગ્યશ્રી, સહિત અનેક રાજકીય હસ્તીઓ પણ ભાગ લેવા જઈ રહી છે. આ લગ્નમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપવાનાં છે.
2 દિવસનું લગ્નનું ફંક્શન: ઉદયપુરમાં પરિણીતી અને રાઘવના લગ્નનું ફંકશન 2 દિવસનું હતું. જેમાં પહેલા દિવસે તારીખ 23 સપ્ટેમ્બરે તમામ ફંક્શન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. જેયારે આજે તારીખ 24 સપ્ટેમ્બરના રોજ આ કપલ સાત ફેરા લેવાના છે. આજનું સંપૂર્ણ શિડ્યુલ પણ નક્કી છે. તારીખ 24 સપ્ટેમ્બર વેડિંગ ડે શેડ્યુલમાં જયમાલા-બપોરે 3:30 વાગ્યે, ફેરા સાંજે 4 વાગ્યે, વિદાય સાંજે 6:30 વાગ્યે જ્યારે રિસેપ્શન તારીખ 30 સપ્ટેમ્બરે યોજાશે.