મુંબઈઃ બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને કાનૂની નોટિસ મળી છે. રિપોર્ટ અનુસાર આસારામે પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિલ્મ નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. ફિલ્મના ટ્રેલરનું ડિસ્ક્લેમર જણાવે છે કે, 'સિર્ફ એક બંદા કાફી હૈ' વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે. મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મના લેખક દીપક કિંગરાણી છે. આ એક હાઈકોર્ટના વકીલની સ્ટોરી છે. જેણે પોક્સો એક્ટ હેઠળ ન્યાય મેળવવા માટે એક સગીર બળાત્કાર પીડિતાનો કેસ એકલા હાથે લડ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મ નિર્માતાનો જવાબ: એક મીડિયા ઈન્ટરવ્યુમાં ફિલ્મના નિર્માતા આસિફ શેખે કહ્યું, 'હા, અમને નોટિસ મળી છે. અમારા વકીલો ખાતરી કરશે કે, આ મામલે આગળ શું કરવું. અમે PC સોલંકી પર બાયોપિક બનાવી છે. જેના માટે મેં તેમની સાથે ચર્ચા કર્યા બાદ રાઇટ્સ ખરીદ્યા છે. તેઓ જે વિચારી શકે તે વિચારો. અમે તેમની વિચારસરણીને રોકી શકતા નથી, માત્ર ફિલ્મ જ્યારે બહાર આવશે ત્યારે જ સત્ય કહી શકશે.'
3. Chandrika Saha: ચંદ્રિકા સાહાનો પુત્ર ઈજાગસ્ત, અભિનેત્રીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
ફિલ્મ પ્રિતિબંધની માંગ: રિપોર્ટ અનુસાર, આસારામે કોર્ટ પાસે ફિલ્મના પ્રમોશન અને રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આસારામ બાપુના વકીલોએ દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેમના અસીલ પ્રત્યે અત્યંત વાંધાજનક અને બદનક્ષીપૂર્ણ છે. તે તેની પ્રતિષ્ઠાને બગાડી શકે છે. તેના અનુયાયીઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી શકે છે. અપૂર્વ સિંહ કાર્કીએ 'સિર્ફ એક બંદા કાફી હૈ'નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ તારીખ 23 મેના રોજ ZEE5 પર રિલીઝ થવાની છે. મનોજ તારીખ 13 મેના રોજ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે.