ચંડીગઢ: દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાનું લાંબા સમયથી રાહ જોવાતું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. સિદ્ધુના અકાળે અવસાન બાદ ગયા વર્ષે તેના 2 ગીત 'વાર' અને 'એસવાયએલ' રિલીઝ થયા હતા. બંને ગીત મુસેવાલાની અનોખી શૈલી અને ગીતની પ્રતિભા દર્શાવે છે. હવે તેના ચાહકો વધુ એક ગીત 'મેરા ના'ના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે યુકે સ્થિત ગ્રેમી વિજેતા રેપર બર્ના બોય સાથે બનાવવામાં આવ્યું છે. તે ગીત આજે તારખ 7 એપ્રિલે રિલીઝ થયું છે. નવું ગીત 'મેરા નામ' સિદ્ધુ મુસેવાલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યું છે. આ સિવાય તે યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Janhvi Kapoor Photos: જાનવી કપૂરની આ સવીર પર ચોહકોએ પ્રેમનો વરસાદ કર્યો, જુઓ અભિનેત્રીની બોલ્ડ તસવીર
નવા ગીત વિશે: ખાસ વાત એ છે કે, સિદ્ધુ મુસેવાલાની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ હતી. તેના ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યા. આ સાથે તેમના મૃત્યુ પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહે છે. લોકો તેમના આ ગીતને ઘણો પ્રેમ આપી રહ્યા છે. ગીતને રિલીઝ થયાની 10 મિનિટની અંદર 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. ગીતની શરૂઆત 'મેરા ના મેરા ના'થી થાય છે. આ ગીત ગાયકની લોકપ્રિયતાનું વર્ણન કરે છે. હવે આ ગીત પર ચાહકો વિવિધ કોમેન્ટ્સ આપી રહ્યા છે, ગીત સાંભળીને ઘણા ચાહકો ભાવુક થઈ ગયા છે અને ઘણા લોકો આ ગીત પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ગાયકના પ્રથમ 2 ગીતો: અગાઉનું ગીત 'વૉર' પણ તેના રિલીઝ થયા પછી સમાન ધૂમ મચાવતું જોવા મળ્યું હતું. આ ગીત સુપ્રસિદ્ધ શીખ જનરલ હરિ સિંહ નલવા વિશે વાત કરે છે. જેમને હજુ પણ વિશ્વના મહાન યોદ્ધાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. ગીત SYL માં સિદ્ધુ ભારતીય રાજ્યો હરિયાણા અને પંજાબ વચ્ચેના સંઘર્ષ વિશે વાત કરે છે અને એ હકીકત વિશે પણ વાત કરે છે કે, તેઓ એક સમયે પંજાબ રાજ્ય જેવા જ હતા અને પછી તેઓ વિભાજિત થયા હતા. SYL એ પાણી પુરવઠાને લઈને બંને રાજ્યો વચ્ચેના વિવાદનું એક મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે, જે દાયકાઓ સુધી ચાલ્યું છે પરંતુ હજુ સુધી ઉકેલાયું નથી. આશ્ચર્યની વાત એ છે કે, થોડા સમય બાદ ગીતને હટાવી દેવામાં આવ્યું હતું.