ETV Bharat / entertainment

SidKiara Reception: સોશિયલ મીડિયા પર શેર થયું સિદ્ધાર્થ કિયારાનું કાર્ડ, તમે જોયું? - સિદ્ધાર્થ અન કિયારાના લગ્નની લેટેસ્ટ અપડેટ

સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. ત્યારબાદ દિલ્હીમાં નવપરણિત કપલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તારીખ 12 ફેબ્રુઆરીએ ફિલ્મ ઉદ્યોગના મિત્રોનું રેસેપ્શનમાં સ્વાગત કરવા માટે તૈયાર છે. ફંક્શનનું આમંત્રણ કાર્ડ ઓનલાઈન લીક થઈ ગયું છે.

સિદ્ધાર્થ-કિયારા આ તારીખે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે, આમંત્રણ લીક થયું

author img

By

Published : Feb 11, 2023, 11:38 AM IST

મુંબઈ: તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. આ લગ્ન જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં શાહી લગ્ન થયા હતા. લગ્ન સંપન્ન થયા બાદ આ નવપરણિત સિદ્ધાર્થ અને કિયારા દિલ્હી ઘરે પહોચ્યાં હતાં. ત્યાં તેમનું ઢોલનગાડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ઢોલનગાડા પર નવપરણિત દંપતિએ મનમૂકીને કર્યો હતો ડાન્સ. ગઈ કાલે એક લગ્નનો આલ્બમ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ સાથે હવે નવા સમાચાર આવ્યાં છે. ફંક્શનનું આમંત્રણ કાર્ડ ઓનલાઈન લીક થઈ ગયું છે. તો આવો જાણીએ સિદ્ધાર્થ કિયારાના લગ્નનું રિસેપ્શન વિશે.

આ પણ વાંચો: Aishwarya Rai Bachchan Tax Issue : અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આખરે તહેસીલદારની નોટિસ બાદ ટેક્સ ચૂકવ્યો

ફ્ંક્શનનું આમંત્રણ કાર્ડ લીક: રસપ્રદ વાત એ છે કે, ફંક્શનનું આમંત્રણ કાર્ડ ઓનલાઈન લીક થઈ ગયું છે. એક વેબલોઇડે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર સિદ્ધાર્થ અને કિયારાના મુંબઈ રિસેપ્શનનું આમંત્રણ શેર કર્યું છે. જે પછી તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ થયું હતું. કાર્ડમાં સિદ્ધાર્થ અને કિયારાની તેમના લગ્નની હસતી તસવીર દર્શાવવામાં આવી છે. તેમાં તારીખ, સમય અને સ્થળ જેવી વિગતોનો ઉલ્લેખ છે.

દિલ્લીમાં રિશેપ્શન: નવપરિણીત યુગલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ભલે જેસલમેરમાં એક આત્મીય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હોય, પરંતુ તેઓએ મુંબઈમાં તેમના આગામી લગ્ન પછીના સમારોહમાં ફિલ્મ સમુદાયના સભ્યોને આમંત્રિત કરવાની ખાતરી કરી છે. સૂર્યગઢ પેલેસમાં તેમના ભવ્ય લગ્ન પછી દિલ્હીમાં વરરાજાના નિવાસસ્થાને ફિલ્મી પરિવારને રિસેપ્શન આપવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Tarak Mehta Ka Ulta Chashma: રાજ અનડકટે શો છોડ્યો, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને મળ્યો નવું ટપ્પુ

મુંબઈમાં રિસેપ્શન: સિદ્ધાર્થ અને કિયારા શનિવારે બીજા રિસેપ્શન માટે મુંબઈ જશે. જેમાં બોલિવૂડની હસ્તીઓની હાજરી જોવા મળશે. આ દંપતીએ તારીખ 9 ફેબ્રુઆરીએ દિલ્હીના ધ લીલા પેલેસમાં વરરાજાના પરિવાર માટે તેમનું પ્રથમ રિસેપ્શન આયોજિત કર્યું હતું. બંનેનું બીજું રિસેપ્શન તારીખ 12 ફેબ્રુઆરીએ મુંબઈની સેન્ટ રેગિસ હોટેલમાં થવાનું છે. લગ્ન પછીનો અદભૂત સમારોહ 8 : 30 કલાકથી શરૂ થશે.

રિસેપ્શનના મહેમાન: રિસેપ્શન ખૂબ જ ભવ્ય હંશે. કેમ કે, ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ રિસેપ્શનમાં હાજરી આપશે. જેમાં કરણ જોહર, શાહિદ કપૂર, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન, વરુણ ધવન, અક્ષય કુમાર, પરિણીતી ચોપરા, જુહી ચાવલા, અનિલ કપૂર, અજય દેવગણ, અને રકુલ પ્રીત સિંહ સહિત અન્ય લોકો આ ફંક્શનમાં હાજરી આપે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.