મુંબઈ: અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનના જેસલમેર ખાતે સુર્યગઢ પેલેસમાં ધુમધાનથી કરવામાં આવ્યા હતા. આ સાથે લગ્ન બાદ જ્યારે દિલ્હી ઘરે પહોંચ્યા ત્યાં તેમનું ઢોલનગાડા સાથે ભવ્ય સાવાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ઢોલનગાડા પર સિદ્ધાર્થ અને કિયારાએ ડાન્સ પણ કર્યો હતો. આ સાથે આજ રોજ સોશિયલ મીડિયા પર એક લગ્નનો આલ્બમ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ ચર્ચામાં છે. જુઓ સિદ્ધાર્થ કિયારાના લગ્નની લેટેસ્ટ તસ્વીર.
આ પણ વાંચો: Siddharth Kiara wedding video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં
સોશિયલ મીડિયામાં વીડિયો શેર: બોલિવૂડનું સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે કાયમ માટે એક થઈ ગયા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં તારીખ 7 ફેબ્રુઆરીના રોજ બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા. લગ્નની રાત્રે સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે આ કપલે લગ્નનો વીડિયો આલ્બમ શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટને શેર થયાને એક કલાક પણ નથી થયો અને તેના પર 6 લાખથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે.
કિયારાની એન્ટ્રી: આ લગ્નનો વીડિયો કિયારા અડવાણીની બ્રાઈડલ એન્ટ્રીથી શરૂ થાય છે, જે ખૂબ જ સુંદર છે. કિયારા તેની એન્ટ્રીમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને ડાન્સ કરી સ્ટેજ પર જઈ રહી છે. જ્યાં વર તરીકે ઉભો સિદ્ધાર્થ મલ્હોત્રા તેની રાહ જોઈ રહ્યો છે.
વીડિયોમાં સુપરહિટ ગીતનો ઝનકાર: સિદ્ધાર્થ અને કિયારાના આ સુંદર વેડિંગ વીડિયોમાં તેમની જ સુપરહિટ ફિલ્મ શેર શાહનું ગીત 'રાંઝણા' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે.
આ પણ વાંચો: Director Marriage Drishtim 2: 'દ્રશ્યમ 2'ના દિગ્દર્શકે તેની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, અહિં જુઓ તસ્વીર
એકબીજાને લગ્નની માળા પહેરાવી: કિયારા પતિ સિદ્ધાર્થને ગળે લગાવે છે અને પછી કપલનું લિપલોક જોવા મળે છે, જ્યારે બંને એકબીજાના ગળામાં લગ્નની માળા પહેરે છે અને પછી બંને હાથ ઉંચા કરીને જાહેરાત કરે છે કે તેઓ હવે એક થયા છે.
લગ્ન માટે આપ્યા અભિનંદન: અંતે કપલ લગ્નના મંડપ પર એકબીજાની સામે બેઠેલા જોવા મળે છે, તેઓને લગ્ન માટે અભિનંદન આપે છે. આ ઉપરાંત આ સુંદર વિડિઓ સમાપ્ત થાય છે.
રિસેપ્શન ડેટ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ અને કિયારા તારીખ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સ માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટીઝને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, કરણ જોહર અને બોલિવૂડના ઘણા કલાકારોના નામ સામેલ છે.