હૈદરાબાદ: બિગ બોસ ફેમ અને 'પંજાબની કેટરિના કૈફ' શહેનાઝ ગિલ તેના નવા ગીત 'ઘણી સયાની'ને લઈને ચર્ચામાં છે. શહનાઝ ગિલનું આ હરિયાણવી ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ગીત સાથે શહનાઝ ગિલ હવે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ (Shehnaaz Gill troll) છે. યુઝર્સનું કહેવું છે કે, શહનાઝે આ ગીતમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Shehnaaz Gill and Katrina kaif) ના સંપૂર્ણ લુકની નકલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ફોન ભૂત'ના ગીત 'કિન્ના સોના'માં આ લુકમાં જોવા મળી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કેટરિના કૈફ જેવી લાગે છે: 'ઘણી સયાની' ગીત તારીખ 5 ડિસેમ્બરે રિલીઝ થયું છે. આ ગીત શહેનાઝ ગિલ અને એમસી સ્ક્વેર દ્વારા ગાયું છે. આ ગીતમાં શહનાઝ લાલ રંગના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ગીતમાં શહનાઝ ગિલે કેટરિના કૈફના ગીત 'કિન્ના સોના'નો લૂક લીધો છે. કિન્ના સોના ગીતમાં કેટરિના આ જ લૂકમાં જોવા મળી હતી અને કેટરિના કૈફે પણ લાલ રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
યુઝર્સની કોમેન્ટ: હવે જ્યારે યુઝર્સે શહનાઝનું નવું ગીત 'ઘણી સયા'ની જોયું તો તેમને કેટરિનાનું ગીત 'કિન્ના સોના' યાદ આવી ગયું. યુઝર્સે જોયું કે, શહનાઝ ગીલે તેના નવા ગીત ઘણી સયાનીમાં કેટરિના કૈફ જેવો જ લુક આપ્યો છે, તેથી તેઓ પ્રતિકાર કરી શક્યા નહીં અને શહનાઝને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કોઈએ શહનાઝને કેટરિના કૈફની સસ્તી નકલ કહી, તો કોઈ યુઝરે લખ્યું, હું સંમત છું કે, તને પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, તમે તમારી ઓળખ ભૂલી જશો. આ રીતે ઘણા યુઝર્સ છે, જેઓ શહનાઝને તેના એક્ટના કારણે ટ્રોલ કરી રહ્યા છે.
શહનાઝનું વર્કફ્રન્ટ: સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસથી દેશભરમાં ફેમસ થયેલી શહનાઝ ગિલ હવે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2023માં ઈદના અવસર પર રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને તાજેતરમાં જ સલમાન ખાને તેના વિશે જણાવ્યું છે.