ETV Bharat / entertainment

Jawan Release Date: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રીલીઝિંગ ડેટ જાહેર, જાણો અહિં - ફિલ્મ જવાનની રિલીઝ ડેટ

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રીલીઝને લઈને ચાહકોમાં અણગમો છે અને તેઓ વારંવાર ફિલ્મની રીલીઝ ડેટ બદલવાના સમાચારોથી પરેશાન છે. ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ તારીખ 2 જૂને નહીં પરંતુ તારીખ 29 જૂન અને 11 ઓગસ્ટે રિલીઝ થશે. આવી અટકળો વચ્ચે ચાલો જાણીએ ફિલ્મ 'જવાન' ક્યારે રિલીઝ થશે.

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રીલીઝિંગ ડેટ જાહેર, જાણો અહિં

author img

By

Published : May 5, 2023, 12:24 PM IST

મુંબઈઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન ફિલ્મ 'પઠાણ'થી બોક્સ ઓફિસ પર જાદુ ચલાવ્યો હતો. ત્યાર બાદ હવે તેની આગામી ફિલ્મ 'જવાન' સાથે ચાહકોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ તારીખ 2 જૂને રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ આ ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર બદલાઈ રહી છે. 'જવાના' ફિલ્મના નિર્માતા તરફથી હજુ સુધી કોઈ પણ નિવેદન આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની તારીખ બદલાઈ ગઈ છે અને હવે શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને સંજય દત્ત અભિનીત આ એક્શન-ડ્રામા ફિલ્મ જૂનમાં રિલીઝ થશે નહીં.

જવાનની નવી રિલીઝ ડેટ: આવી સ્થિતિમાં આ ફિલ્મ ક્યારે પડદા પર આવશે તે અંગે ચાહકો બેચેન છે. કારણ કે, ફિલ્મની ઘણી રિલીઝ ડેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ તારીખ 2 જૂને નહીં પરંતુ તારીખ 29 જૂન અને 11 ઓગસ્ટે રિલીઝ થશે. પરંતુ આ અંગે પણ કોઈ અભિપ્રાય સામે આવ્યો નથી. હવે જે ફિલ્મ સામે આવી છે તેની રિલીઝ ડેટ તારીખ 25 ઓગસ્ટ જણાવવામાં આવી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જવાનની રિલીઝ ડેટ 25 ઓગસ્ટને કન્ફર્મ માનવામાં આવી રહી છે. જવાનની નવી વાયરલ રીલિઝિંગ તારીખ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.

આ પણ વાંચો-

  1. 1 PS 2 Collection Day 6: 'પોનીયિન સેલવાન 2' 250 કરોડની નજીક, 'KKBKKJ' ફિલ્મ ડુબી રહી છે
  2. 2. Aazam Trailer OUT: જિમ્મી શેરગિલની ફિલ્મ 'આઝમ'નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ
  3. Anupam Kher : અનુપમ ખેરની નવી ફિલ્મ 'વિજય 69'ની જાહેરાત, વૃદ્ધ વ્યક્તિનો સાહસ જોવા મળશે

આગામી રિલીઝ થનારી ફિલ્મ: તારીખ 29 જૂને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમ-કોમ ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' અને તારીખ 11 ઓગસ્ટે 'થલાઈવા' રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત રજનીકાંતની ફિલ્મ 'જેલર', રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની 'એનિમલ' અને સની દેઓલ અને અમીષા પટેલની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ગદર 2' રિલીઝ થશે. તારીખ 25 ઓગસ્ટના રોજ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' રિલીઝ થવા જઈ રહી છે. હવે દર્શકો માટે કઇ ફિલ્મ જોવી તે અંગે મોટી દ્વિધા ઊભી થવા જઇ રહી છે. નજીકમાં રિલીઝ થનારી આ તમામ ફિલ્મની કમાણી પર મોટી અસર થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.