મુંબઈઃ સામન્થા રૂથ પ્રભુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને લોકપ્રિય હિરોઈનોમાંની એક છે. પોતાની નિર્દોષતા અને અભિનયથી દરેકનું દિલ જીતનાર સામંથા ટૂંક સમયમાં ગુણશેખરની આગામી પૌરાણિક ફિલ્મ 'શાકુંતલમ'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. ટોલીવુડ અભિનેત્રી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેણે નોર્થ અને સાઉથની ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
આ પણ વાંચો: Baby Shower: RRR સ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાના બેબી શાવરની સુંદર ઝલક, જુઓ વીડિયો
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીનું નિવેદન: ઉત્તર અને દક્ષિણની ફિલ્મ વચ્ચેનો ઘોંઘાટ છેલ્લા કેટલાક વર્ષોથી ઓછો થઈ રહ્યો છે. 'શકુંતલમ'ના પ્રમોશન માટે મુંબઈ પહોંચેલી સામન્થાને જ્યારે નોર્થ અને સાઉથની ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સામન્થાએ ANIને કહ્યું, ''હવે નોર્થ અને સાઉથની ફિલ્મ વચ્ચે કોઈ દિવાલ નથી. હું આ વિષય પર કોઈ ચર્ચા કરવા માંગતી નથી. એક અભિનેત્રી તરીકે મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે, હું ઘણી ભાષાઓની ફિલ્મમાં કામ કરી શકું છું. આજકાલ દર્શકો પણ વિવિધ ભાષાઓની ફિલ્મ જોવાનું પસંદ કરે છે.''
જાણો શાકુંતલમ ફિલ્મ વિશે: જ્યારે સાન્થાને ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 'તે એક પ્રેમકથા છે અને પ્રેમ પોતાનામાં એક બ્રહ્માંડ જેવો છે. આપણો સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ છે. આ ફિલ્મની સ્ટોરી સૌથી જૂની સ્ટોરીઓમાંથી એક છે. સ્ટોરી સિવાય ફિલ્મમાં ઉચ્ચ સ્તરીય ગ્રાફિક્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ પણ છે. આ ફિલ્મમાં સામન્થા અને દેવ મોહન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વિશેની પોતાની લાગણી શેર કરતાં સામંથાએ કહ્યું, 'હું આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, પણ થોડી નર્વસ પણ છું. ફિલ્મનું બજેટ ઘણું વધારે છે. પરંતુ મને લાગે છે કે, દર્શકોને ફિલ્મ ગમશે.
આ પણ વાંચો: Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિસ કોર્ટમાં થઈ હાજર, કેસની સુનાવણી 18 એપ્રિલે થશે
સામન્થાનો વર્કફ્રન્ટ: 'શાકુંતલમ' કાલિદાસના સૌથી પ્રખ્યાત ભારતીય નાટક 'શકુંતલા' પર આધારિત છે. સમગ્ર ભારતમાં પૌરાણિક રોમેન્ટિક ડ્રામા હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં થિયેટરોમાં આવશે. સામન્થા આગામી રોમેન્ટિક ફિલ્મ 'ખુશી'માં વિજય દેવેરાકોંડા અને એક્શન થ્રિલર વેબ સીરિઝ 'સિટાડેલ'માં વરુણ ધવન સાથે જોવા મળશે.