ETV Bharat / entertainment

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, SCએ આગોતરા આપ્યા જામીન - રાજ કુન્દ્રાને આગોતરા જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે બિઝનેસમેન અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, મોડલ શર્લિન ચોપરા અને પૂનમ પાંડે અને અન્ય એક ઉમેશ કામતને અશ્લીલ સામગ્રી (Pornography case) બનાવવા અને તેને OTT પ્લેટફોર્મ પર બતાવવાના કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા (Raj Kundra gets anticipatory bail) છે.

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, SCએ આગોતરા જામીન આપ્યા

author img

By

Published : Dec 13, 2022, 3:48 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિઝનેસમેન રાજ કુન્દ્રા અને અભિનેત્રીઓ શર્લિન ચોપરા અને પૂનમ પાંડે સહિત અન્યની આગોતરા જામીન અરજી સ્વીકારી લીધી (Raj Kundra gets anticipatory bail) છે. આ ઉપરાંત તેમની સામે કથિત રીતે અશ્લીલ સામગ્રી (Pornography case) ધરાવતા વીડિયોનું વિતરણ કરવા બદલ દાખલ કરવામાં આવેલી FRIના સંબંધમાં. જસ્ટિસ એમકે જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે કુન્દ્રા અને અન્ય આરોપીઓને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

કેસમાં ચાર્જશીટ દાખલ: બેન્ચે કહ્યું, "બંને પક્ષના વકીલની દલીલ સાંભળ્યા પછી, અમારું માનવું છે કે, અરજદારોને આગોતરા જામીન આપી શકાય." વરિષ્ઠ વકીલ આર બસંતે, અરજદારોમાંના એક તરફથી હાજર રહીને દલીલ કરી હતી કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને આરોપીઓ પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા છે.

પોર્નોગ્રાફી કેસ: સુપ્રીમ કોર્ટે અગાઉ આ કેસમાં કુન્દ્રાને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. કુન્દ્રા સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો, મહિલાનું અશોભનીય પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ કથિત રીતે અશ્લીલ વીડિયોનું વિતરણ/પ્રસારણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. FIRમાં ચોપરા અને પાંડેને સહ આરોપી બનાવવામાં આવ્યા છે.

વકિલોએ કર્યો દાવો: કુન્દ્રાના વકીલોએ દાવો કર્યો હતો કે, તે કથિત ગેરકાયદેસર વિડિયોના કન્ટેન્ટ બનાવવા, પ્રકાશન કે પ્રસારણમાં કોઈપણ રીતે સામેલ નથી. જ્યારે આરોપી તરીકે નામ આપવામાં આવેલી અભિનેત્રીઓએ વીડિયો શૂટ કરવા માટે સંપૂર્ણ સંમતિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.