ETV Bharat / entertainment

Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું 10 દિવસનું કલેક્શન, કામણીમાં 50 ટકાનો વધારો - સત્યપ્રેમ કી કથા

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની કમાણીમાં શનીવારે બોક્સ ઓફિસ પર ઉછાળો જોવા મળ્યો હતો. આ ફિલ્મને જોવા માટે દર્શકો થિયેટરો તરફ આકર્ષાય રહ્યાં છે. 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની કમાણી જાણવા માટે આગળ વાંચો.

'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું 10 દિવસનું કલેક્શન, કામણીમાં 50 ટકાનો વધારો

author img

By

Published : Jul 9, 2023, 12:57 PM IST

Updated : Jul 9, 2023, 2:44 PM IST

હૈદરબાદ: સમીર વીદ્વાંસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' 11 દિવસે ચાલી રહી છે. કાર્તિકા આર્યન અને કિયારા અડવાણીનો જાદુ થિયેટરમાં બરકરાર. 10 માં દિવસે ફિલ્મની કમાણી વધુ જોવા મળી છે. રોમેન્ટિક ડ્રામા ફિલ્મ શનિવારે સારી કમાણી કરી છે. ફિલ્મના સારા પ્રદર્શન પરથી એવું અપેક્ષા છે કે, સપ્તાહ પુરો થયા પછી થિયેટરોમાં ટકી રહેશે.

બોક્સ ઓફિસ કલેક્શન: 'સત્યપ્રેમ કી કથા'એ બોક્સ ઓફિસ પર અપેક્ષિત કમાણી કરી છે. આ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ 10માં દિવસની કમાણીમાં અચાનક ઉછાળો જવા મળ્યો છે. 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મના 10માં દિવના બોક્સ ઓફિસના આંકડા પરથી ખબર પડે છે કે, ફિલ્મે કમાણીમાં એક દિવસ પહેલાની તુલમાં બે ગણો વધારો કર્યો છે.

કમાણી થયો વધારો: ઈન્ડસ્ટ્રી ટૈકર સૈકનિલ્કના અનુસાર, 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની કમાણીમાં ભારત દેશમાં 10 દિવસે 4.48 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આ કામણીમાં તેના અગાઉના દિસવની તુલનામાં 50 ટકા વધારો જોવા મળે છે. કારણ કે, ફિલ્મની 9 દિવસની કમાણી 2.58 કરોડ હતી. જ્યારે થિયેટરોમાં 10 દિવસે ભારતમાં 60.90 કરોડ રુપિયાની કમાણી કરી છે. શનિવારે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મને હિન્દી માર્કેટમાં ઓવરઓલ 20.31 ઓક્યૂપેન્સી મળી છે.

ફિલ્મના કલાકાર: તારીખ 29 જુને રિલીઝ કરવામાં આવેલી ફિલ્મિ 'સત્યપ્રેમ કી કથા' સાજિદ નાડિયાડવાલના પ્રોક્શન બૈનર નાડિયાડવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈન્મેન્ટ અને નમ:પિક્ચર્સ દ્વારા નિર્મિત છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સિવાય આ ફિલ્મમાં ગુજરાતના કલાકાર સુપ્રિયા પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને ગજરાજ રાવ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. 'સત્યપ્રેમ કી કથા'ને મિશ્રિત પ્રતિસાદ મળ્યો છે. 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. ત્યાં સુધી 'સત્યપ્રેમ કી કથા' થિયેટરોમાં પોતાનો જાદુ ચલાવશે.

  1. Guru Dutts Birth Anniversary: ફિલ્મ નિર્માતા ગુરુ દત્તની જન્મજયંતી, અભિનેતાની ફિલ્મ સફર પર એક નજર
  2. Naseeruddin Shah Daughter: નસીરુદ્દીન શાહની પુત્રીનું 53 વર્ષ બાદ બર્થ સર્ટિફિકેટ બનાવવાની અરજી, તપાસ ચાલુ
  3. Mirror Selfie: રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર

Last Updated : Jul 9, 2023, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.