હૈદરાબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મે દેશમાં 68 કરોડ રુપિયાની કમાણી કરી છે અને દુનિયમાં 100 કરોડની કમાણી કરી છે. હવે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. ફિલ્મ નિર્માતાઓ 10 કરોડ ક્લબમાં પ્રવેશવા બદલ ઉજવણી કરી રહ્યાં છે. આ અંગેની પોસ્ટ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર કરી છે અને ચાહકો માટે પણ આભાર વ્યક્ત કર્યો છે.
ફિલ્મની કમાણી: ફિલ્મની કમાણીની વાત કરીએ તો, બીજા સપ્તાહમાં કમાણીમાં વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ સોમવારના બોક્સ ઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે, તેની કમાણી કરવાની ઝડપ ગુમાવી દીધી છે. સમીર વિદ્વાન્સ દ્વારા નિર્દેશિત રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મે 12માં દિવસે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. તો અહિં જાણો તારીખ 10 જુલાઈ સોમવારે 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.
12 દિવાની કમાણી: નિર્માતાઓના જણાવ્યાં અનુસાર, કાર્તિક અને કિયારાની લેટેસ્ટ ફિલ્મે રિલીઝના બીજા સપ્તાહના અંતમાં 66.06 કરોડ રુપિયાથી પણ વધુનો બિઝનેસ કર્યો હતો. 'સત્યપ્રેમ કી કથા'એ ફિલ્મ માટે ખર્ચ કરવામાં આવેલા પૈસા વસૂલી લીધા છે. ઈન્ડસ્ટ્રી ટ્રૈકર સૈકનિલ્કના અનુસાર, 'સત્યપ્રેમ કી કથા'ના 12માં દિવસે બોક્સ ઓફિસ કલેક્શનનું શરુઆતનું અનુમાન ભારતમાં 2 કરોડ રુપિયા છે.
ફિલ્મની કુલ કમાણી: એવું લાગે છે કે, ફિલ્મે ગયા સપ્તાહના અતંમાં જે કમાણી કરી હતી, તેવી કમાણી કરવાની ગતી ટકી શકી નથી. બોક્સ ઓફિસ પર અત્યાર સુધી સૌથી નચલા સ્તરે પહોંચી ગઈ છે. 'સત્યપ્રેમ કી કથા'ને સોમવારે કુલ 10.24 ટકા ઓક્યૂપેંસી મળી હતી. સિનેમાઘરોમાં 12 દિવસ સુધી ફિલ્મ ચાલ્યા બાદ ભારતમાં 68.06 કરોડ રુપિયા અને વિશ્વમાં 100 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.
ફિલ્મ વિશે જાણો: સાજિદ નાડિયાવાલાના પ્રોડક્શન બૈનર નાડિયાદવાલા ગ્રૈન્ડસન એન્ટરટેઈન્મેન્ટ અને નમ: પિક્ચર્સ દ્વારા લગભગ 60 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ગુજરાતમાં ચાલી સેટ છે. તારીખ 29 જૂને રિલીઝ થયેલી ફિલ્મનું પહેલાનું નામ 'સત્યનારાયણ કી કથા' હતું, પરંતુ ત્યાર બાદ એક મોટી પ્રતિક્રિયાનો સામનો કર્યા બાદ નિર્માતાઓએ બદલીને 'સત્યપ્રેમ કી કથા' રાખ્યું હતું.
રણબીરની ફિલ્મ તૈયારીમાં: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મ તારખ 28 જુલાઈ સુધી સારી કમાણી કરી લેશે તેવી અપેક્ષા છે. કારણ કે, તારીખ 28 જુલાઈએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' થિયેટરોમાં ધુમ મચાવવા માટે આવી રહી છે. 'સત્યપ્રમે કી કથા'માં કાર્તિન આર્યન અને કિયારા અડવાણી બીજી વખત સાથે ભૂમિકા ભજવતા જોવા મળે છે.