હૈદરાબાદ: સારા અલી ખાન સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચમાં રહે છે. તેઓ નિયમિત પોતાના લેટેસ્ટ વીડિયો અને તસવીર ચાહકો સાથે શેર કરતા રહે છે. આ સમય દરમિયાન તેઓએ જમ્મુ અને કાશ્મિરની લિડર ઘાટીમાં સ્થિત અમરનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સારાની અમરનાથ મુલાકાતની તસવીર અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે. સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમરનાથની યાત્રા દરમિયાનનો વીડિયો શનિવારે શેર કર્યો હતો.
અમરનાથ યાત્રા: સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'જય બાબા બરફાની'. વીડિયોની શરુઆતમાં મંદિરની ઘંડડી વાગતી સાંભળવા મળે છે. ત્યાર બાદ સારા અમરનાથ યાત્રાની ઝલક બતાવે છે. 'કેદારનાથ' અભિનેત્રી સારા અન્ય તિર્થયાત્રીઓની જેમ હાથમાં લાકડાની લાકડી લઈ મંદિરે જઈ રહી છે. અભિનેત્રી સ્વેટશર્ટ પહેરીને મેચિન્ગ ટ્રાઉઝર અને ગળામાં સ્કાર્ફ પહેરીને પવિત્ર સ્થળ સુધી જઈ રહી છે.
ચાહકોની પ્રતિક્રિયા: અભિનેત્રીનો વીડિયો શેર થતાં જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધુ હતું. એક ચાહકે લખ્યુ છે કે, 'હર હર મહાદેવ', બીજાએ કોમેન્ટ કરી છે કે, સુશાંત રાજપૂત યાદ આવી ગયા.' એક નેટિઝને લખ્યું છે કે, 'તે જે રીતે નાનકડા બાળકની જેમ ઘંડડીને સ્પર્શ કરવા કુદી પડે છે, તેમણે મારું દિલ ચોરી લીધુ.' અન્ય ચાહકે લખ્યું છે કે, 'સારા એક એવી અભિનેત્રી છે જે દરેક ધર્મને ગર્વથી બતાવે છે.'
અભિનેત્રીનો વક્રફ્રન્ટ: અભિનેત્રીના પ્રોજેક્ટની વાત કરીએ તો, સારા છેલ્લે વિકી કૌશલ સાથે 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ લક્ષ્મણ ઉત્તરેકર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ને પણ ટક્કર આપી હતી. હવે અભિનેત્રી 'મેટ્રે... ઈન દિનો' અને 'એ વતન મેરે વતન'માં જોવા મળશે.