મુંબઈઃ આજે એટલે કે તારીખ 14 જૂને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી પુણ્યતિથિ છે. આ દુઃખદ અવસર પર સુશાંતના ચાહકોની આંખો ભીની છે અને તેઓએ આ દિવસને સોશિયલ મીડિયા પર બ્લેક ડે તરીકે જાહેર કર્યો છે. સુશાંતના ચાહકો તેને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે સુશાંત સિંહ રાજપૂતના કો-સ્ટાર અને બોલિવૂડની ડેઝલિંગ ગર્લ સારા અલી ખાને સુશાંતને યાદ કરીને તેના નામે એક પોસ્ટ શેર કરી છે.
સુશાંત સારા કેદારનાથ: આ પોસ્ટમાં સારાએ સુશાંત સાથેની ઘણી યાદગાર તસવીરો શેર કરી છે. આ તસવીરો સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ 'કેદારનાથ' દરમિયાન લેવામાં આવી છે. સારા અલી ખાને લખ્યુ છે કે, ''અમે પહેલી વાર કેદારનાથ જઈ રહ્યા હતા. હું પહેલીવાર શૂટિંગ કરવા જઈ રહી હતી અને મને ખબર છે કે હવે અમે બંનેમાંથી કોઈને પણ ફરી ક્યારેય એનો અહેસાસ નહીં થાય. પણ એક્શન, કટ, સૂર્યોદય, નદીઓ, વાદળો, મૂનલાઇટ, કેદારનાથ અને ક્યાંક અલ્લાહ હુ વચ્ચે ક્યાંક હું જાણું છું કે તમે ત્યાં છો, કેદારનાથથી એન્ડ્રોમેડા સુધી તારાઓ વચ્ચે ચમકતા રહો.''
વર્કફ્રન્ટ: સારા અલી ખાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ' થી કરી હતી અને આ ફિલ્મમાં તેમનો કો-સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હતા. આ પછી સારા અને સુશાંતની જોડી ફરી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તાજેતરમાં સારા અલી ખાન અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'જરા હટકે જરા બચકે' ફિલ્મ 60 કરોડના કેલક્શનની નજીક છે. આ ફિલ્મમાં તે વિકી કૌશલની સાથે જોવા મળી રહી છે. સુશાંત સિંહ રાજપૂત લાસ્ટ તેઓ 'દિલ બેચારા' ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ OTT પર મફતમાં બતાવવામાં આવી હતી.