મુંબઈ: સારા અલી ખાન પોતાની લેટેસ્ટ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલ અભિનેત્રી ચર્ચામાં આવવાનું કારણ એ છે કે, તે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં કેમિયો કરી રહી છે. હવે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે રણવીર સિંહ સાથેની એક સુંદર ઝલક શેર કરી છે.
અભિનેત્રીનો કેમિયો: ઈન્સ્ટાગ્રામ પર નિયમિત સ્વરુપે ચાહકો સાથે જોડાયેલી રહેનારી સારા અલિખાને શનિવારે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં રણવીર સિંહ સાથેની સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સારા અલિ ખાન અને રણવીર સિહંની જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. પોસ્ટ શેર કરીને અભિનેત્રીએ લખ્યું છે કે, ''મેરા સિમ્બા. સબકા રોકી. દહાડતે રહો.'' તસવીરમાં સારા અલી ખાન અને રણવીર સિંહ ડાન્સની એક્શન સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળે છે.
રણવીર સિંહની પ્રતિક્રિયા: સારા અલી ખાન દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર રણવીર સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોમેન્ટ બોક્સમાં લાલ દિલવાડા ઈમોજીસ શેર કર્યા છે. આ ઉપરાંત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ ફાયર અને હાર્ટ ઈમોજીસ સાથે પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે સિમ્બા કપલના વખાણ કરતા લખ્યું છે કે, ''તમે લોકો ખુબ જ સુંદર લાગી રહ્યા છો.'' અન્ય ચાહકોએ પણ આ જોડીના મનમૂકીને વખાણ કર્યા છે.
અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: સારા અલી ખાન અનુરાગ બસુની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અનુપમ ખેર, ફાતિમા સના શેખ, અલઈ ફઝલ અને નીના ગુપ્તા પણ છે. સારા અલી ખાન પાસે અન્ય ફિલ્મમાં જોઈએ તો, 'એ વતન મેરે વતન' પણ છે. તાજેતરમાં જ સારા અલી ખાન વિકી કૌશલ સાથે 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવતી જોવા મળી હતી.