ETV Bharat / entertainment

Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત - સંજય દત્ત ઈજાગ્રસ્ત

સાઉથમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલિવુડના અભિનેતા સંજય દત્ત ઈજાગ્રસ્ત થયા હતા. અભિનેતાને શરીરમાં ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. એટલું જ નહિં પરંતુ ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. આ ઘટના અંગેની વધુ જાણકારી માટે વાંંચો અહિં સંપુર્ણ સમાચાર.

Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત

author img

By

Published : Apr 12, 2023, 5:44 PM IST

બેંગલુરુ: બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત હાલમાં બેંગલુરુની નજીકમાં પાન ઈન્ડિયા કન્નડ ફિલ્મ 'કેડી' માટે શૂટિંગ કરી રહ્યા છે. બોમ્બ વિસ્ફોટની સિક્વન્સના શૂટિંગ દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સૂત્રોએ તારીખ 12 એપ્રિલે આ જાણકારી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, બોમ્બ વિસ્ફોટના દ્રશ્યના શૂટિંગ દરમિયાન સંજય દત્તને કોણી, હાથ અને ચહેરા પર ઈજાઓ થઈ હતી. અભિનેતા ઈજાગ્રસ્ત થયા પછી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દિધું હતું.

આ પણ વાંચો: 50 million views: 'કિસી કા ભાઈ કિસી કી' જાન ટ્રેલર હિટ, 24 કલાકમાં વ્યુઝ 50 મિલિયનને પાર

સંજય દત્ત ઈજાગ્રસ્ત: ફાઈટ માસ્ટર ડો. રવિ વર્મા ફિલ્મ માટે ફાઈટ કમ્પોઝ કરી રહ્યા હતા. આ ઘટનાની ચોક્કસ વિગતો હજુ બહાર આવી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના બેંગલુરુના મગડી રોડ પર બની હતી. હાલમાં સંજય દત્ત ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે. KGF ચેપ્ટર 1 અને 2 પછી, સંજય દત્ત એક્શન હીરો ધ્રુવ સરજાની કન્નડ ફિલ્મ 'KD'માં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. 'KD'નું દિગ્દર્શન પ્રેમ દ્વારા કરવામાં આવ્યું છે અને KVN બેનર હેઠળ નિર્મિત છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી મહત્વવી ભૂમિકા ભજવતી જોવા મળશે.

આ પણ વાંચો: Shilpa Shetty: રિચર્ડ ગેર કિસિંગ કેસમાં મુંબઈની એક કોર્ટે આપ્યો ચૂકાદો, મળી શિલ્પા શેટ્ટીને મોટી રાહત

અભિનેતાનું નિવેદન: સંજય દત્તે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, 'તેના બાળકો ટાઈગર શ્રોફને ખૂબ પસંદ કરે છે.' આ ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'તેના બાળકોને તેની ફિલ્મો ઓછી પસંદ છે અને ટાઇગર તેનો ફેવરિટ સ્ટાર છે.' સંજય દત્તના બાળકો તેમની માતા માન્યતા દત્ત સાથે દુબઈમાં રહે છે. શૂટિંગ પૂરું થયા પછી સંજય દત્ત બાળકોને મળવા જાય છે. સંજય દત્તનું કહેવું છે કે, 'તેને પોતાના બાળકો સાથે સમય વિતાવવાનો આનંદ આવે છે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.