હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને ટોચની અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ વિશે મહત્વની માહિતી સામે આવી છે. અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, માયોસાઇટિસ નામની બીમારીને કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી (Samantha Ruth Prabhu Myositis) છે. હવે અભિનેત્રી વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સામન્થાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર પાયાવિહોણા છે અને તે ઘરે (Samantha Ruth Prabhu heath update) છે. આ ઉપરાંત એકદમ સ્વસ્થ છે.
હોસ્પિટલમાં દાખલ છે ?: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'યશોદા'થી હેડલાઇન્સમાં આવેલી અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુને ઓટોઇમ્યુન ડિસીઝ માયોસાઇટિસથી પીડિત હોવાનું કહેવાય છે અને તે ગુરુવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. પરંતુ હવે આ અહેવાલો પર અભિનેત્રીના પ્રવક્તાએ નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે. સામન્થાના પ્રવક્તાએ કહ્યું છે કે, આ તમામ અહેવાલો પાયાવિહોણા છે અને આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. સામન્થા સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહી છે.
પોસ્ટને લઈને હલચલ: નોંધપાત્ર રીતે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સામન્થાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે હોસ્પિટલમાં પડેલી જોવા મળી હતી. આ ઉપરાંત અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે માયોસાઇટિસ નામની દુર્લભ સ્વયંપ્રતિરક્ષા બિમારીથી પીડિત છે. અભિનેત્રીએ કહ્યું કે, તે બીમારીના છેલ્લા સ્ટેજમાં નથી. આ પછી સામન્થાના હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓએ જોર પકડ્યું હતું અને ત્યારબાદ ગુરુવારે તેના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
મોસ્ટ પોપ્યુલર સેલેબનું બિરુદ: વર્ષ 2022ની સૌથી લોકપ્રિય મહિલા સેલેબ્સની યાદી બહાર પાડવામાં આવી છે. આ લિસ્ટમાં 'ઓમ અંટવા' ફેમ અભિનેત્રી સામન્થાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધીની તમામ અભિનેત્રીઓને માત આપી છે. સામન્થાને વર્ષ 2022ની સૌથી લોકપ્રિય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ રેસમાં તેમણે બોલિવૂડની દિગ્ગજ કલાકારો કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પાછળ છોડી દીધા છે.