ETV Bharat / entertainment

Arpita Khan Birthday: સલમાનખાને બહેન અર્પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી, જૂઓ અદભૂત તસવીર - સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો જન્મદિવસ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો આજે જન્મદિવસ છે. આ ખાસ અવસર પર ભાઈ સલમાન ખાને એક થ્રોબૈક તસવીર શેર કરીને તેમની બહેન અર્પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ સાથે સલમાન ખાનના ચાહકો પણ આ પ્રસંગે શુભકામના પાઠવી રહ્યા છે.

સલમાન ખાને બહેન અર્પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી, જુઓ અદભૂત તસવીર

author img

By

Published : Aug 3, 2023, 1:08 PM IST

Updated : Aug 3, 2023, 2:01 PM IST

મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાન તેમની બહેન અર્પિતા ખાન શર્માને અત્યંત પ્રેમ કરે છે. તેઓ તેમની બહેનની ઘણી વખત સુરક્ષા કરતા જોવા મળે છે. આજે તારીખ 3 ઓગસ્ટના રોજ તેમની વહાલી બહેનનો જન્મદિવસ છે. આ ખાસ દિવસ ગુરુવારે સલમાન ખાને સોશિયલ મીડિયા પર અર્પિતા ખાન શર્માને જન્મદિવસની ખાસ શુભચ્છા પાઠવી છે.

સલમાન ખાને તસવીર કરી શેર: સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને તેમની નાની બહેન અર્પિતાની એક સુંદર થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. સલમાન ખાને તસવીર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં સ્મિત અને રેડ હાર્ટ ઈમોજીસ સાથે હેપ્પી બર્થ ડે લખ્યું છે. તસવીરમાં સલમાન ખાન બ્લેક પ્રિન્ટેડ લેધર જેકેટ પહેરેલા જોવા મળે છે. તેમણે પોતાના લુકને વ્હાઈટ ટી-શર્ટ અને ડેનિમ્સ સાથે જોડી બનાવી છે. અર્પિતા તેમના ભાઈની આંગળી પોતાના મોંમાં પકડીને ચાવવાનો પ્રયાસ કરી રહી છે. વ્હાઈટ ફ્રોકમાં અર્પિતા ખુબ જ સુંદર લાગી રહી છે.

ચાહકોએ શુભકામના પાઠવી: સલમાન ખાન દ્વારા પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધુ હતું. ભાઈજાનની પોસ્ટ પર રોનિત બોસેરિયે કોમેન્ટ કરીને સલમાન ખાનની બહેનને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું છે કે, 'તે ખુબ જ સુંદર છે. એપ્પી બર્થ ડે.' અન્ય ચાહકોએ પણ સુપરસ્ટારની પ્રિય બહેનને આ પ્રસંગે જન્મદિવસની શુભકામના પાઠવી છે.

અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: સલમાન ખાનના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તેઓ 'ટાઈગર 3'માં જોવા મળશે. 'ટાઈગર 3' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ, 'ટાઈગર 3' ફિલ્મ મનીષ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ દિવાળી દરમિયાન હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. ઈમરાન હાશ્મી અને કેટરીના કેફ પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો છે, પરંતુ આ અંગે સત્તાવાર હજુ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.

  1. Omg 2 Trailer Date Postponed: અક્ષય કુમાર સ્ટારર 'omg 2'નું ટ્રેલર રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી, જાણો અહિં કારણ
  2. Omg 2 Trailer: અક્ષય કુમાર સ્ટારર 'omg 2'નું ટ્રેલર આઉટ, જુઓ પંકજ ત્રિપાઠીની શાનદાર ભૂમિકા
  3. Gujarati Film Award: ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કારની ઘોષણા, રાજ્ય સરકાર દ્વારા યાદી જાહેર

Last Updated : Aug 3, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.