ETV Bharat / entertainment

Box Office Collection: 'RRPK' ફિલ્મની કમાણીમાં થઈ વૃદ્ધિ, 7 વર્ષ બાદ કરણ જોહરને દર્શકોએ આવકાર્યા - રોકી ઔર રાની કી પ્રેમ કહાની ઈન્ડિયા કલેક્શન

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મે બોક્સ ઓફિસ પર તુફાન મચાવી દીધુ છે. આ ફિલ્મ તારીખ 28 જુલાઈએ રિલીઝ થઈ હતી અને આજે ત્રીજા દિવસે ચાલી રહી છે. કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મે બીજા દિસવે ઓપનિંગ ડેની તુલનામાં વધુ કમાણી કરી છે.

આલિયા ભટ્ટ-રણવીર સિંહ સ્ટારર 'PRRPK'એ બિજા દિવસે 16 કરોડની કમાણી કરી

author img

By

Published : Jul 30, 2023, 11:16 AM IST

હૈદરાબાદ: બોલિવુડના પ્રખ્યાત ફિલ્મ નર્માતા કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ જબરદસ્ત સફળતા મેળવી છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'RRPK'એ 2 દિવસ દરમિયાન 27 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. કરણ જોહરની ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, સબાના આઝમી, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે આ ફિલ્મમાં સારા અલિ ખાન અને અનન્યા પાંડે કેમ્યો કરતા જોવા મળશે.

બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્ય અનુસાર, 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર કુલ 16 કરોડ રુપિાયાનો બિઝનેસ કર્યો છે. શનિવારે હન્દી માર્કેટમાં 33.68 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. અહેવાલ મુજબ અગાઉ ઓપનિંગ ડેના દિવસે 11.10 કરોડની કમાણી કરી હતી. આમ આ ફિલ્મે બીજા દિવસે ઓપનિંગ ડે કરતા વધુ કમાણી કરી છે. બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળે છે.

ફિલ્મની લવ સ્ટોરી: આલિયા ભટ્ટ રાની ચેટર્જી તરીકેની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે રણવીર સિંહ એ રોકી રંધવા તરીકેની ભૂમિકામા છે. જયા બચ્ચન એ રોકીની દાદી છે. જ્યારે શબાના આઝમી એ રાનીની દાદી છે. રાની એ બંગાળી પરિવારની છે. રોકી અને રાની એકબીજાના પ્રેમમાં પડે છે. રોકી રાનીને પ્રપોઝ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે પ્રપોઝ કરવામાં નિષ્ફળ જાય છે. તેથી તે રાની સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લે છે. આગળની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જુઓ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કરણ જોહરનું આગમન: ફિલ્મની બોક્સ ઓફિસની કમાણીની ઉજવણી કરવામાં આવી છે. આ દરમિયાન ધર્મા પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. કરણ જોહરે છેલ્લે વર્ષ 2016માં એ 'દિલ હૈ મુશ્કિલ' ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બનાવ્યા બાદ 7 વર્ષ પછી તેઓ પાછા ફર્યા છે. તેમની આ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સાથે કરણ જોહરને દર્શકોએ આવકાર્યા છે.

  1. Barbie Deepfake Video: નવા અવતારમાં જોવા મળ્યા કંગના રનૌત હ્રુતિક રોશન, વીડિયો જોઈ 'બાર્બી' યાદ આવશે
  2. Taali Release Date: આ ખાસ દિવસે OTT પર રિલઝી થશે સુષ્મિતા સેનની ફિલ્મ 'તાલી'
  3. Kangana Ranaut: કંગના રનૌતે કરણ જોહરને નિવૃત્તિ લેવા કહ્યું, રણવીર સિંહને આપી આ સલાહ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.