ETV Bharat / entertainment

Box Office Updates: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું જોરદાર પ્રદર્શન, 8માં દિવસની કમાણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો - રોકી ઔર રાની બોક્સ ઓફિસ અપડેટ્સ

કરણ જોહર નિર્દેશિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ ઉપર મજબૂત પકડ જમાવી છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મની 9માં દિવસની કમાણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે આ પારિવારિક સંબંધો પર આધારિત ફિલ્મ 100 કરોડની કમાણી કરવા માટે નજીક છે.

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું જોરદાર પ્રદર્શન, 8માં દિવસની કમાણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો

author img

By

Published : Aug 6, 2023, 12:20 PM IST

હૈદરાબાદ: કરણ જોહરના નિર્દેશનમાં બનેલી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ચાહકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં આલિયા અને રણવીરની જોડી ચાહકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડની નજીક છે.

9માં દિવસની કમાણી: તારીખ 28 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' હાલ 10માં દિવસે ચાલી રહી છે. આ ફિલ્મે થિયેટરોમાં સારુ પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. ફિલ્મે તેના થિયેટરના રનના બીજા શનિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 9માં દિવસે આ ફિલ્મે 11.50 કરોડ રુપિયાની કમાણી કરી છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું બોક્સ ઓફિસ કલેક્શન 70.3 ટકા વધ્યુ હતું.

થિયેટરોમાં સારુ પ્રદર્શન: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ ભારતીય બોક્સ ઓફિસ પર 90.58 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની સફળતા માત્ર ભારતીય બજાર પુરની મર્યાદિત નથી, પરંતુ વિશ્વ સ્તરે પણ સારી છાપ ઉભી કરી છે. વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર માત્ર 4 જ દિવસમાં રુપિયા 100 કરોડની કમાણી કરી લીધી હતી. હવે આ ફિલ્મ થિયેટરોમાં મજબૂત રીતે ચાલી રહી છે.

રણવીર-આલિયાની શાનદાર કેમિસ્ટ્રી: ફિલ્મની સફળતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રીને આભારી છે. તેમણે આ ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવી છે. રણવીર-આલિયાની જોડીએ પ્રથમ વખત દર્શકોને આકર્ષિત કર્યા એવું નથી, બીજી વખત દર્શકોને આકર્ષિત કર્યા છે. આ ઉપરાંત આ ફિલ્મમાં અભિનેતા ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જેવા મહાન કાલકારો સામેલ છે.

  1. Prem Nu Butter Song: શિત્તલ ઠાકોરનું નવું રોમેન્ટિક ગીત 'પ્રેમનું બટ્ટર' આઉટ, વીડિયોમાં જુઓ લવ સ્ટોરી
  2. Purbayan Chatterjee: સિતારના ઉસ્તાદ પૂર્વાયન ચેટર્જીએ એરલાઈન ક્વાન્ટાસ પર આરોપ મુક્યો, ગુમ થયેલી સિતાર મળી નથી
  3. Suhana Khan: સુહાના ખાન 'ધ આર્ચીઝ'માં વેરોનિકા લોજનું પાત્ર ભજવશે, જાણો અન્ય ભૂમિકા વિશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.