હૈદરાબાદ: આજે (28 મે) વીર સાવરકરની 139મી જન્મજયંતિ (139th Birth Anniversary of Veer Savarkar) છે. આ અવસર પર તેમના જીવન પર બની રહેલી ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'નો ફર્સ્ટ લૂક(Swatantra Veer Savarkar First Look OUT) શનિવારે રિલીઝ કરવામાં આવ્યો છે. એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મમાં વીર સાવરકરની ભૂમિકામાં હશે. ફર્સ્ટ લુકમાં રણદીપને ઓળખવો મુશ્કેલ થઈ રહ્યો છે. મહેશ માંજરેકર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા સંદીપ સિંહ અને આનંદ પંડિત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: ધાકડ ફિલ્મનું ધડામ ઢુશ,આઠ દિવસમાં દેશભરમાં માત્ર 20 ટિકિટો વેચાઈ
ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ: તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આ માહિતી આપી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. તે જ સમયે, રણદીપ આ રોલમાં આવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો છે.
અભિનેતાએ આ રોલ માટે વજન ઘટાડવાનું પણ શરૂ કરી દીધું: સ્વતંત્રતા ચળવળમાં સહભાગી વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા ભજવીને રણદીપ ખુશ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ આ રોલ માટે વજન ઘટાડવાનું પણ શરૂ કરી દીધું છે.
રણદીપ સરબજીતથી પ્રભાવિત થયો હતો: આ પહેલા રણદીપ હુડ્ડાએ ફિલ્મ 'સરબજીત'થી ચાહકોના દિલ જીતી લીધા હતા. એક ઈન્ટરવ્યુમાં રણદીપ હુડ્ડાએ ખુલાસો કર્યો હતો કે તે ઘણા વર્ષોથી આ વિષય પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક મહેશ માંજરેકર છે, જેઓ મરાઠી છે અને તેમની પાસે સાવરકર વિશે સચોટ માહિતી છે.
આ પણ વાંચો: હવે વરુણ ધવન ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે!, અભિનેતાએ પોતાના દિલની વાત સંભળાવી
રણદીપને ઓળખવો મુશ્કેલ છે: તમને જણાવી દઈએ કે, એશ્લે રેબેલોએ 'સ્વતંત્ર વીર સાવરકર'ના ફર્સ્ટ લૂકનો પોશાક તૈયાર કર્યો છે. તે જ સમયે, અભિનેતાનો વીર સાવરકર લુક મેકઅપ આર્ટિસ્ટ રેણુકા પિલ્લઈ દ્વારા આપવામાં આવ્યો છે. રણદીપ ફિલ્મમાં તેના ડાયલોગ્સ માટે મરાઠી ભાષાની પણ તૈયારી કરી રહ્યો છે.