લોસ-એન્જલોસઃ ઓસ્કાર એવોર્ડ સમારોહમાં RRRની ટીમ સજીધજીને ઓસ્કાર લેવા માટે પહોંચી છે. જ્યાં રામ ચરણ તેમની પત્ની આરાધના ઓસ્કાર એવોર્ડ મળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અહીં RRR સ્ટાર્સે દુનિયાભરના કલાકારો વચ્ચે વટ પાડી દીધો છે. ફરી એકવખત સાઉથ સિનેમાનો દબદબો યથાવત રહેતો જોવા મળ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ RRR wins Oscar: RRRએ રચ્યો ઈતિહાસ, 'નાટુ-નાટુ' ગીતે જીત્યો ઓસ્કાર એવોર્ડ, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
નાટુ નાટુઃ ઓસ્કાર એવોર્ડ્સ 2023નું આયોજન અમેરિકાની ધરતી પર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે. જ્યાં સમગ્ર દેશની નજર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ RRR પર ટકેલી હતી. જોકે, આ ફિલ્મના એક ગીતે એવોર્ડ જીતી લેતા દરેક ભારતીયોની છાતી 56 ઈંચ સુધી ફૂલી ગઈ છે. અહીં RRRના સુપરહિટ ગીત નાટુ-નાટુંને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આરઆરઆર ઓસ્કારમાં ઈતિહાસ બનાવી દીધો છે. આ પહેલા ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અહીં પહોંચેલી RRRની આખી ટીમનો લુક પણ શાનદાર રહ્યો છે. જેમાં એસએસ રાજામૌલી, રામ ચરણ, ઉપાસના કામીનેની, જુનિયર એનટીઆર અદભૂત રેડ કાર્પેટ લુકમાં જોવા મળ્યા છે.
ગર્વ છે અમનેઃ ઓસ્કાર એવોર્ડ ફંક્શનમાં અહીં દરેકના હૃદયના ધબકારા વધી ગયા છે. દરેકની આંખો માત્ર એક જ વસ્તુની અપેક્ષા રાખે છે. બસ RRR ફિલ્મને પણ ઓસ્કાર મળવો જોઈએ. ઓસ્કાર સમારોહમાં બોલતા રામ ચરણે કહ્યું છે કે, અહીં પહોંચીને ગર્વ અનુભવી રહ્યો છું. 'અહીં અમને અમારી ફિલ્મ RRR પાસેથી ઘણી આશાઓ છે, અહીં સુધીની સફર અદ્ભુત રહી છે. અમે દેશને તે ભેટ આપવા માંગીએ છીએ. જેની તે અમારી પાસેથી અપેક્ષા રાખે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ Pathaan fever : બ્રિટિશ વૃદ્ધ દંપતીએ ઝૂમે જો પઠાણ પર કર્યો ડાન્સ, ઇન્ટરનેટ પર છવાઈ ગયો
દેશને ભેટઃ જુનિયર એનટીઆરને ઓસ્કાર સમારોહમાં તેમની ફિલ્મ RRR વિશે પૂછવામાં આવ્યું તો તેણે ગર્વથી કહ્યું કે, અમે અહીં જીતવા આવ્યા છીએ. તે જ સમયે, જ્યારે જુનિયર એનટીઆરને તેમના સૂટ પરના લાયન આઈકોન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "શું તમે RRR નથી જોયું, આ તે પ્રતીક છે જેને અમે ઓસ્કર માટે લાવ્યા છીએ." અહીં, અમે અમારી જીતની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દેશને એક અદ્ભુત ભેટ આપવા માંગીએ છીએ