ETV Bharat / entertainment

Rakhi Sawant Came Out Police Station: 6 કલાકની પૂછપરછ પછી રાખી આપી આવી પ્રતિક્રિયા - પોલીસે અભિનેત્રી રાખી સાવંતની ધરપકડ કરી હતી

રાખી સાવંત લગભગ 6 કલાકની પૂછપરછ બાદ અંબોલી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી (rakhi sawant came out police station) હતી. આ દરમિયાન તે તેના પતિ આદિલ સાથે જોવા મળી હતી. ડ્રામા ક્વીન રાખી સાવંતની અંબોલી પોલીસે તારીખ 19મી જાન્યુઆરીએ ધરપકડ કરી (Mumbai Police arrested Rakhi Sawant) હતી. વિવાદાસ્પદ મોડલ શર્લિન ચોપરાએ ટ્વિટ કરીને આ અંગે ચોંકાવનારી માહિતી આપી હતી. હકીકતમાં ગયા વર્ષે શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Rakhi Sawant Came Out Police Station: 6 કલાકની પૂછપરછ પછી રાખી સાવંત પોલીસ સ્ટેશનની બહાર આવી

author img

By

Published : Jan 20, 2023, 10:58 AM IST

મુંબઈઃ અંબોલી પોલીસે અભિનેત્રી રાખી સાવંતની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રી પોલીસ સ્ટેશનની બહાર આવતી જોવા મળી હતી. આ દરમિયાન તેનો પતિ આદિલ પણ સાથે જોવા મળ્યો હતો. જ્યારે રાખીએ કાળા રંગનો હિજાબ પહેર્યો હતો અને તેણે ત્યાં હાજર તમામ લોકોને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. ગુરુવારે નોંધાયેલી (FIR)ના સંદર્ભમાં રાખીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બહાર નીકળતી વખતે, તેઓ શાંત અને તંગ દેખાતા હતી.

આ પણ વાંચો: actress Rakhi Sawant: રાખી સાવંતની પડકારજનક પરિસ્થિતિ પર એક નજર

પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી: ડ્રામા ક્વીન રાખી સાવંતની અંબોલી પોલીસે 19મી જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. વિવાદાસ્પદ મોડલ શર્લિન ચોપરાએ ટ્વિટ કરીને આ અંગે ચોંકાવનારી માહિતી આપી હતી. હકીકતમાં, ગયા વર્ષે શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે તારીખ 19 જાન્યુઆરીએ રાખી સાવંત તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે તેની ડાન્સ એકેડમી શરૂ કરવાની હતી. શર્લિને તેના ટ્વીટમાં લખ્યું હતું કે, 'અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

રાખી સાવંત પર શું છે આરોપ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખી સાવંત પર મોડલ શર્લિન ચોપરાના વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ હતો. શર્લિને ખુદ પોતાના ટ્વીટમાં રાખી સાવંતની ધરપકડનો દાવો કર્યો હતો. શર્લિને રાખી પર આરોપ લગાવ્યો છે કે મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાખીએ તેનો વાંધાજનક વીડિયો બતાવ્યો હતો.

રાખી સાવંતે આવું કેમ કર્યું: ગયા વર્ષે શર્લિનના આ આરોપ પર રાખી સાવંતે પોલીસને કહ્યું હતું કે, ''શર્લિનએ તેના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.'' રાખીના કહેવા પ્રમાણે, ''તારીખ 6 નવેમ્બર 2022ના રોજ શર્લિન ચોપરાએ યુટ્યુબ સિવાય ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં શર્લિનએ મારા વિરુદ્ધ ઘણી વાંધાજનક વાતો કહીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.''

આ પણ વાંચો: Rakhi Sawant Umrah: રાખી સાવંત હનીમૂન નહીં, પતિ આદિલ સાથે ઉમરાહ કરવા જશે

રાખી સાવંત પાસેથી બદલો: રાખી અને શર્લિનની લડાઈ જૂની છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે શર્લિન ચોપરાએ પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા, ત્યારે રાખી સાવંતે રાજના બચાવમાં શર્લિન વિશે ઘણી નકારાત્મક વાતો કહી હતી અને દરરોજ તેની ટીકા કરતી હતી.

રાખી સાવંતને પોલીસે બોલાવી હતી: મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાકેશ સાવંતના ભાઈ રાકેશ સાવંતે ગઈકાલે કહ્યું હતું કે, ''રાખીની ધરપકડ કરવામાં આવી છે કારણ કે, તે પોલીસ દ્વારા જણાવવામાં આવેલા સમયે પોલીસ સ્ટેશન જઈ શકી ન હતી. રાખીના ભાઈએ આગળ કહ્યું કે, શર્લિન અને રાખી વચ્ચેનો આ બધો અંગત મામલો હતો, તે બાબતે આ બધો વિવાદ છે. કદાચ, રાખીને પોલીસ બોલાવી હતી પરંતુ માતાની તબિયત ખરાબ હોવાથી તે જઈ શકી ન હતી.''

રાખીના ભાઈએ શર્લિન ચોપરાને પડકાર ફેંક્યો: રાકેશે વધુમાં જણાવ્યું હતું કે, ''રાખીની સાથે પરિવાર, વકીલ અને તેના પતિ આદિલ ખાન છે. રાકેશે બહેન રાખીને 'જાન ઓફ મહારાષ્ટ્ર' કહ્યા છે. શર્લિન પર બોલતા રાકેશે કહ્યું, 'શર્લિન તું બહારથી આવી છે, તું અહીં શું જન્મ્યો છે ? શું અમારી પાસે સ્થિતિ છે ? જે બાળકો ઈન્ડસ્ટ્રીમાં આવવા જઈ રહ્યા છે તેમના પર શું અસર થશે.''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.