ETV Bharat / entertainment

રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ કર્યા પછી ઇસ્લામ સ્વીકાર્યો, તેના નામ સાથે ફાતિમા ઉમેર્યું

શું રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન (Rakhi Sawant and Adil Khan Durrani wedding) કર્યા બાદ ખુશીથી ઇસ્લામ કબૂલ કર્યો છે. આ દરમિયાન 24 કલાક લાઈમલાઈટમાં રહ્યા બાદ પણ રાખીએ આદિલ સાથે ગુપ્ત રીતે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. હવે રાખી સાવંતનું પૂરું નામ કંઈક આવું (Rakhi Sawant fatima) હશે.

રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ કર્યા પછી ઇસ્લામ સ્વીકાર્યો, તેના નામ સાથે ફાતિમા ઉમેર્યું
રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ કર્યા પછી ઇસ્લામ સ્વીકાર્યો, તેના નામ સાથે ફાતિમા ઉમેર્યું
author img

By

Published : Jan 12, 2023, 5:24 PM IST

મુંબઈઃ ફિલ્મ જગતની સૌથી વિવાદાસ્પદ અને ડ્રામા ક્વીન રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન (Rakhi Sawant and Adil Khan Durrani wedding) કરીને પોતાનું નવું ઘર બનાવ્યું છે. બંને લાંબા સમય સુધી સાથે હતા. આ દરમિયાન 24 કલાક લાઈમલાઈટમાં રહ્યા બાદ પણ રાખીએ આદિલ સાથે ગુપ્ત રીતે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. ગત દિવસોથી રાખી અને આદિલના લગ્નની તસવીર અને વીડિયો પુરાવા તરીકે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, રાખી સાવંતે આદિલ સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ કબૂલ કરી લીધો છે. આવો જાણીએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ હવે રાખી સાવંતનું પૂરું નામ કંઈક આવું (Rakhi Sawant fatima) હશે.

આ પણ વાંચો: શહેજાદાનું ટ્રેલર થયું રિલીઝ, કાર્તિક આર્યનના ફેન્સ થયા ખુશ

લગ્ન પછી રાખી સાવંતનું નામ શું: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખીએ ગયા વર્ષે તારીખ 29 મે 2022ના રોજ ગુપ્ત રીતે આદિલ સાથે લગ્ન કર્યા હતા. આ નિકાહનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને હવે આ નિકાહ બાદ રાખી સાવંતની સરનેમ પણ બદલાઈ ગઈ છે. વાસ્તવમાં રાખી સાવંતે નિકાહનામાની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં મેરેજ સર્ટિફિકેટમાં તેમના નામની સાથે ફાતિમા લખવામાં આવી છે. હવે તેને રાખી સાવંત ફાતિમા કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટમાં અનુષ્કાની સેલ્સ ટેક્સ અરજી, થશે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી

હું ખૂબ જ ખુશ છું રાખી સાવંત: લગ્ન બાદ રાખી સાવંત સોશિયલ મીડિયા પર આવી અને તેણે પોતાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેના પર હવે ફિલ્મ અને TV જગતના સ્ટાર્સ રાખીને તેના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અહીં આદિલ સાથેનો એક સુંદર વીડિયો શેર કરતાં રાખીએ લખ્યું છે કે, 'હું મારા લગ્નજીવનમાં ખુશ છું અને આદિલને મારા પતિ તરીકે ખૂબ જ પ્રેમ કરું છું'. આ વીડિયોમાં રાખી સાવંત સુંદર ગુલાબી ડ્રેસમાં જોવા મળી રહી છે અને આદિલે બ્લેક સૂટ પહેર્યો છે. રાખીનો આ વિડીયો શેર કર્યા બાદ તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.