હૈદરાબાદ: બોલિવુડના સ્ટાર સની દેઓલના નાના પુત્ર રાજવીર દેઓલે બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે. સની દેઓલે ગઈકાલે એટલે કે, તારીખ 24 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં પોતાના નાના પુત્ર રાજવીરની ડેબ્યુ ફિલ્મનું એલાન કર્યું હતું. આ સાથે એક સુંદર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. આ પોસ્ટરમાં રાજવીર અને પાલોમા બન્ને દરિયા કિનારે બેઠેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે તેમણે 'દોનો' ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મનું ટીઝર રિલીઝ: હવે વચન મુજબ તારીખ 25 જુલાઈના રોજ 'દોનો' ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધું છે. પાલોમાં ઢિલ્લોન એ 80 દાયકાની અભિનેત્રી પૂનમ ઢિલ્લોનની દિકરી છે. રાજવીર અને પાલોમા ઢિલ્લોન સ્ટારર લવ સ્ટોરી ફિલ્મ 'દોનો'ને રાજશ્રી પ્રોડક્શન બનાવી રહ્યું છે. આ ઉપરાંત અવિનાશ બડજાત્યાએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
જાણો ફિલ્મની સ્ટોરી: ફિલ્મ 'દોને'નું ટીઝર 1.10 મિનિટનું છે. ફિલ્મના ટીઝરમાં શરુઆતમાં દેવ-રાજવીર દેઓલ અને મેઘના-પાલોમા દરિયા કિનારે બેઠેલા જોઈ શકાય છે. બન્ને જણા પોત પોતાના મિત્રોના લગ્નમાં આવ્યા છે. આ લગ્નમાં તેમની પ્રથમ વાર મુલાકાત થાય છે. મેઘના દુલ્હનની મિત્ર છે. આ લગ્નમાં મેઘના અને દેવ મિત્ર બની જાય છે. દરિયા કિનારે બેઠેલી મેઘના બાજુમાં બેઠેલા દેવને પુછે છે કે, 'આપણે રિજેક્શનથી કેમ ભયભીત થઈએ છિએ.'
ફિલ્મની રિલીઝ ડેટ: મેઘનાના પશ્ન પર દેવ કહે છે કે, 'યાર.' ત્યાર બાદ દેવ અને મેઘના પોત પોતાના મિત્ર સાથે એકબાજા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. ફિલ્મ 'દોનો'ની સ્ટોરી ઈનોસેન્સ લવ પર આધારિત છે. ટીઝરના અંતે દેખાડવામાં આવ્યું છે કે, ફિલ્મ ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. બીજી બાજુ સની દેઓલની વાત કરીએ તો તેઓ 'ગદર 2' સાથે તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.
- Dream Girl 2: 'ડ્રીમ ગર્લ 2'માંથી આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લુક રિલીઝ, હોટ અવતારમાં જોવા મળ્યા એક્ટર
- New Album Song: જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું 'જોરદાર ગીત છે'
- Khedut Ek Rakshak: સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ખેડુત એક રક્ષક', 4 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા