રાજકોટઃ રંગીલા રાજકોટનું નામ હવે બોલીવુડમાં પણ સાંભળવા મળશે. જ્યારે માત્ર 9 વર્ષની એક બાળકીએ બોલીવુડ સ્ટાર અજય દેવગન સાથે ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મને લઈને રાજકોટવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આ 9 વર્ષની બાળકીએ અત્યાર સુધીમાં ત્રણથી વધારે સીરીયલમાં કામ પણ કર્યું છે અને હવે તે બોલીવુડમાં અજય દેવગન સાથે ફિલ્મમાં નજરે પડશે જેને જોવા માટે રાજકોટ વાસીઓ પણ આતુર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Bade miyan chote miyan: સ્ટંટમેન સાથે ડાન્સરનું કોમ્બિનેશન, ફિલ્મના મૂહુર્તમાં જ મસ્તી શરૂ
9 વર્ષની હિરવા ભોલા ફિલ્મમાં જોવા મળશે: માત્ર 9 વર્ષની હિરવા ત્રિવેદી હાલ ધોરણ 4માં અભ્યાસ કરે છે. આ સાથે જ તે એક્ટિંગ માટે પણ પોતાનો સમય ફાળવે છે. એવામાં તાજેતરમાં જ હિરવા ત્રિવેદીએ અજય દેવગન સાથે ફિલ્મ ભોલાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જે આગામી દિવસોમાં રિલીઝ થવાની છે. ત્યારે હિરવા ત્રિવેદીએ અત્યાર સુધીમાં ત્રણથી વધારે સિરિયલોમાં પણ કામ કર્યું છે પરંતુ હવે તે બોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. ખૂબ જ નાની ઉંમરમાં તેની બોલીવુડ સ્ટાર અજય દેવગન સાથે ફિલ્મ કરી છે. જેને લઇને તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે હિરવાનું સપનું બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવાનું છે.
આ પણ વાંચો: Emergency shoot ends: કંગના રનૌતે 'ઈમરજન્સી' માટે પોતાની તમામ પ્રોપર્ટી ગીરવે મૂકીને બનાવી ફિલ્મ
30 માર્ચે થશે ફિલ્મ રિલીઝ: આ અંગે હિરવા ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારી પહેલી સિરિયલ હતી દિલ જેસે ધડકે ધડકને દો, જ્યારે બીજી હતી ગુમ હૈ દિલ કિસી કે પ્યાર મે અને શુભ લાભ સહિતની ચાર અલગ અલગ સીરીયલમાં કામ કર્યું છે. આ સાથે જ એક ફિલ્મ ભોલામાં પણ મેં કામ કર્યું છે જે આગામી દિવસોમાં રિલીઝ થવાની છે. જ્યારે આ ફિલ્મી શૂટિંગ પહેલા મારે ખૂબ જ હાર્ડવર્ક કરવું પડ્યું હતું. આ સાથે જ તેમને બોલીવુડ અજય દેવગન સાથે કામ કર્યું છે તેને લઈને તેમને જણાવ્યું હતું કે મને એવું લાગ્યું કે હું ખૂબ જ સિમ્પલ પર્સનને મળી રહી છું અને તેમની સાથેનો મારો અનુભવ ખૂબ સારું રહ્યો છે. જ્યારે ફિલ્મ ભોલામા હું જ્યોતિનો રોલ કરું છું અને આગામી 30 માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. (hirva trivedi with ajay devgan)