હૈદરાબાદ: દર્શકો વર્ષ 2021માં રિલીઝ થનારી ફિલ્મ 'પુષ્પા- ધ' રાઇઝના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાઉથની સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદન્નાના 27માં જન્મદિવસ પર સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા-ધ રૂલ'ની એક ઝલક રજૂ કરવામાં આવી છે. આ વીડિયોમાં હોબાળો બતાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા ક્યાં છે. આ વીડિયો પરથી જાણવા મળે છે કે, પુષ્પા ક્યાંક છુપાઈ ગયો છે અને પોલીસ તેની શોધમાં દિવસ-રાત કામ કરી રહી છે.
આ પણ વાંચો: Rashmika Mandanna Birthday: રશ્મિકાનો 27મો જન્મદિવસ, તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર એક નજર
ફિલ્મની પ્રથમ ઝલક: ફિલ્મ નિર્માતાઓ તારીખ 7મી એપ્રિલે ફિલ્મ સાથે સંબંધિત વધુ એક મોટું અપડેટ લઈને આવી રહ્યાં છે. ખરેખર તારીખ 7 એપ્રિલે આ ઝલકનો સંપૂર્ણ વિડિયો ચાહકો સાથે શેર કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓએ આ વીડિયો રિલીઝ કરીને આ વિશે માહિતી આપી છે અને પુષ્પાના દર્શકો માટે ઘણું સસ્પેન્સ પણ છોડી દીધું છે. રશ્મિકાના જન્મદિવસ પર મેકર્સે એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે.
આ પણ વાંચો: Adipurush Poster: 'આદિપુરુષ'ના નવા પોસ્ટર પર વિવાદ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક: 'પુષ્પા-ધ રૂલ'ની પહેલી ઝલક શેર કરતાં ફિલ્મમેકરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, પુષ્પા ક્યાં છે ? અને સર્ચ ટૂંક સમયમાં સમાપ્ત થશે. પહેલા નિયમમાંથી સર્ચ કરો, તેનો સંપૂર્ણ વિડિયો તારીખ 7મી એપ્રિલે સાંજે 4.05 કલાકે જુઓ. બીજી તરફ, બીજા દિવસે તારીખ 8 એપ્રિલના રોજ અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે અને શક્ય છે કે, આ ખાસ અવસર પર ચાહકોને અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક જોવા મળશે.