હૈદરબાદ: તેલંગાણાના લોકપ્રિય ગયાક ગદ્દરનું અવસાન થયું છે. તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લે કેટલાક સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. રવિવારે એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ગદ્દરને થોડા દિવસો પહેલા હાર્ટ એટેકના કારણે અમીરપેટની સ્પેક્ટ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
સિંગર ગદ્દરનુ અવસાન: ગદ્દરના અવસાન પછી, સિકંદરાબાદના ભૂદેવી નગરમાં તેમના નિવાસસ્થાને સંબંધીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ દરમિયાન ભૂદેવી નગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગચું હતું. સિંગરની દુ:ખદ ઘટના પર તેમના નિવસસ્થાને ઘણી હસ્તીઓ પહોંચી હતી. તેઓ સાર્વજનિક ક્રુસેડર તરીકે જાણીતા હતા. ગદ્દરે પીપ્લસ વોર, માઓવાદી અને તેલંગાણા આંદોલનો દરમિાયન પોતાના અવાજથી કરોડો લોકોને પ્રેરિત કર્યા હતા.
ગદ્દર કોણ છે: ગદ્દરનો જન્મ વર્ષ 1949માં ટોપાન શહેરમાં થયો હતો. તેમનું સાચુ નામ ગુમ્માડી વિઠ્ઠલ રાવ છે. નિઝામાબાદ અને હૈદરાબાદમાં શિક્ષણ પૂર્ણ કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ 1975માં કેનરા બેન્કમાં જોડાયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની વિમલા અને ત્રણ બાળકો સુર્ય, ચંદ્ર અને વેનેલા છે. ગદ્દર જન નાટ્ય મંડલના સ્થાપકોમાંના એક હતા. તેઓ માત્ર સાર્વજનિક મુદ્દાઓ પર લડ્યા નહીં, પરંતુ તેમણે પોતાના ગીતોથી બધાને પ્રેરણા આપી હતી.
આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા: આ સિંગરની ખાસ વાત એ છે કે, તેમણે તેલંગાણા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તેમના ગીતોથી આંદોલનને વેગ આપ્યો હતો. વર્ષ 1978માં ગદ્દરે કરચેંદુમાં દલિતોની હત્યાઓ સામે અથાક લડત આપી હતી. તેમણે બનાવટી એન્કાઉન્ટરોનો સખત વિરોધ કર્યો હતો. તારીખ 6 એપ્રેલ 1997ના રોજ હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. 'અમ્મા તેલંગાનામાં' અને 'પોડુસાન્યા પોદ્દુમિડા' જેવા ગીતોએ આંદોલનને વધુ વેગ આપ્યો હતો. ફિલ્મ 'મભૂમિ'માં સિલ્વર સ્ક્રીન પર દેખાતા ગદ્દરને 'ની પદમ મી પુત્તુમચ્ચનૈ ચેલેમા. ગીત માટે નંદી એવોર્ડ મળ્યો હતો. પરંતુ તેમને એવોર્ડ આપ્યો હોવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.