ETV Bharat / entertainment

Priyanka Chopra Fans: ચાહકે કહ્યું-'હું નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી', પ્રિયંકા ચોપરાએ પ્રતિક્રિયા આપી - ડોજર સ્ટેડિયમમાં પ્રિયંકા ચોપરાના ચાહકો

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં તેમના પતિ નિક જોનાસના કોન્સર્ટમાં હાજરી આપી હતી. આ કોન્સર્ટમાં એક મહિલા ફેન તેમની પાસે આવી હતી અને કહ્યું હતું કે, તે નિક સાથે લગ્ન કરવા માંગતી હતી. ત્યારે પ્રિયંકાએ એવો જવાબ આપ્યો કે, સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમની હાજરીની પ્રશંસા કરી હતી.

પ્રિયંકા ચોપરાએ પ્રતિક્રિયા આપી, 'હું નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી'

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 10:58 AM IST

હૈદરાબાદ: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા તેમના સાળા ફ્રેન્કી જોનાસ સાથે કેલિફોર્નિયાના ડોજર સ્ટેડિયમમાં એક ખાસ જોનાસ બ્રધર્સના કોન્સર્ટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટની ઘણી તસવીર અને વીડિયો સામે આવ્યા છે. ખાસ કરીને એક વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેમના કેટલાક ચાહકો સાથે વાતચિત કરી રહી છે, આ દ્રશ્યએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

જોનાસ બ્રધર્સ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરા જોવા મળી: પ્રિયંકા ચોપરાએ જોનાસ બ્રધર્સના આ કોન્સર્ટની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે જોનાસ બ્રધર્સના ગીતોનો આનંદ માણતી જોઈ શકાય છે. તસવીરોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'Incredible Weekend' આ કોન્સર્ટમાં પ્રીતિ ઝિન્ટાએ પણ હાજરી આપી હતી. આ કોન્સર્ટ લોસ ઓન્જલસના ડોજર સ્ટેડિયમમાં કરવામના આવ્યું હતું. પ્રિયંકા ચોપરાએ મેચિંગ હિલ્સ સાથે બ્લેક કટ-આઉટફિટ પસંદ કર્યું અને તે એકદમ અદભૂત દેખાતી હતી. વીડિયો જોયા બાદ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, ''તે ખૂબ જ સુંદર અને ક્યૂટ છે.'' અન્ય યુઝરે લખ્યું છે કે, ''OMG હું તેમને પ્રેમ કરું છું.''

ડોજર સ્ટેડિયમમાં પ્રિયંકા-ચોપરાના ચાહકો સાથે વાર્તાલાપ: કોન્સર્ટ દરમિયાન રાત્રિના અન્ય એક વીડિયોમાં એક મહિલા ચાહક પ્રિયંકાને કહે છે, ''હું કહવે માંગતી હતી કે, મને ખરેખર લાગ્યું હતું કે, હું નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી છું. પરંતુ મને ખુશી છે કે, તે કર્યું.'' અભિનેત્રીએ હસીને કહ્યું કે, ''મને ખુશી છે કે મેં એવું કર્યું.'' ચાહકે તો પ્રિયંકાની ઈર્ષ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. કારણ કે, તેણીએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરા છેલ્લે અભિનેતા સેમ હ્યુગનની સાથે રોમેન્ટિક કોમેડી 'લવ અગેઈન'માં અને રુસો બ્રધર્સ દ્વારા બનાવમાં આવેલા પ્રાઈમ વીડિયો સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળી હતી. બોલિવુડમાં તે ફરહાન અખ્તરની 'જી લે જરા'માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.

  1. Akshay Kumar Birthday Celebration: અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધી આ મિત્રોએ અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
  2. Akshay Kumar Welcome 3: ખિલાડીએ તેમના જન્મદિવસે ચાહકોને આપી મોટી ભેટ, 'વેલકમ 3'ની જાહેરાત
  3. Jawan Spacial Screening: દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લાઈફ જવાનો માટે મુંબઈમાં 'જવાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.