ETV Bharat / entertainment

Adipurush Action Trailer: પ્રભાસ, કૃતિ સેનન અભિનીત 'આદિપુરુષ' એક્શન ટ્રેલર 6 જૂને રિલીઝ થશે - આદિપુરુષ ટીમ

આગામી ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્માતાઓ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે, જે તિરુપતિમાં તારીખ 6 જૂને યોજાનાર છે. એક્શનથી ભરપૂર ટ્રેલર 2 મિનિટ અને 27 સેકન્ડનું હશે. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે 'આદિપુરુષ'નું ટ્રેલર અગાઉ રિલીઝ કરવામાં આવ્યું હતું પરંતુ, હવે આ ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

પ્રભાસ, કૃતિ સેનન અભિનીત આદિપુરુષ એક્શન ટ્રેલર 6 જૂને રિલીઝ થશે

author img

By

Published : Jun 3, 2023, 5:21 PM IST

હૈદરાબાદ: 'આદિપુરષ' ફિલ્મનું ટ્રેલર તારીખ 9 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ફિલ્મનું એકશન ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. 'આદિપુરુષ'ની રિલીઝ તારીખ આખરે નજીક આવી ગઈ છે અને ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે. ગયા મહિને નિર્માતાઓએ મૂવીનું ટ્રેલર અને બે ગીતો - જય શ્રી રામ અને રામ સિયા રામ રિલીઝ કર્યા હતા. 'આદિપુરુષ' ટીમ તારીખ 6 જૂને સ્ટ્રાઇક કરવા તૈયાર છે, જ્યારે તારીખ 16 જૂને મૂવી રિલીઝ થવામાં માત્ર 13 દિવસ બાકી છે.

ટ્રેલર લોન્ચ ડેટ: સૂત્રોના જણાવ્યા મુજબ પ્રભાસ, કૃતિ સેનન, ભૂષણ કુમાર અને ઓમ રાઉત સહિતની 'આદિપુરુષ' ટીમ તારીખ 6 જૂને તિરુપતિમાં એક મેગા ઇવેન્ટમાં ફિલ્મના એક્શન ટ્રેલર રિલીઝ કરવા માટે તૈયાર છે. તારીખ 6 જૂનના રોજ 'આદિપુરુષ' ટીમ તિરુપતિમાં એક ભવ્ય કાર્યક્રમમાં ચાહકો અને મીડિયાની સામે એક્શનથી ભરપૂર 2 મિનિટ, 27 સેકન્ડનું ટ્રેલર લોન્ચ કરશે.

આદિપુરુષ એક્શન ટ્રેલર: જ્યારે પહેલું ટ્રેલર શ્રી રામની લાગણીઓ પર કેન્દ્રિત હતું અને બીજું ટ્રેલર મોટા પાયે એક્શનના કેટેગરરીમાં જોવા મળશે. ભગવાન રામ અને તેમના વિરોધી રાવણ વચ્ચેનો સંઘર્ષ પર ટ્રેલરનો મુખ્ય ભાર હશે. 'આદિપુરુષ' એક્શન ટ્રેલર મૂવીની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ કરશે અને અગાઉથી ટિકિટ કેવી રીતે રિઝર્વ કરવી તેની માહિતી આપશે.

આદિપુરુષ ફિલ્મ સ્ટાર્સ: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત 'આદિપુરુષ' ભારતીય સિનેમામાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી મૂવી હોવાનું કહેવાય છે. નિર્માતાઓને ખાતરી છે કે, આ ફિલ્મ તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર ચમકશે. ફિલ્મમાં પ્રભાસ રાઘવની ભૂમિકામાં છે, કૃતિ સેનન જાનકીની ભૂમિકામાં છે. સૈફ અલી ખાને લંકેશની ભૂમિકા ભજવી છે. સની સિંહ લક્ષ્મણની ભૂમિકામાં છે અને દેવદત્ત નાગે બજરંગની ભૂમિકા ભજવી રહ્યાં છે.

  1. Coromandel express accident: ઓડિશામાં ટ્રેન અકસ્માત, ગુજરાતના આ કલાકારઓએ વ્યક્ત કર્યો શોક
  2. Jaya Bachchan Love Story: અમિતાભ-જયા બચ્ચનના લગ્નની 50મી વર્ષગાંઠ, આ જોડીની લવ સ્ટોરી વાંચો
  3. Sara Ali Khan: 'જરા હટકે જરા બચકે'ના શરૂઆતના દિવસે ખુશીથી ઉછળી પડી સારા અલી ખાન, શેર કરી તસવીર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.