ETV Bharat / entertainment

Prabhas first look: 'પ્રોજેક્ટ k' ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક આઉટ, જુઓ શાનદાર ઝલક - પ્રભાસની પ્રથમ ઝલક

'પ્રોજેક્ટ કે' ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ચાહકો ફિલ્મની ઝલક જોવા માટે અધિરા થઈ રહ્યાં છે. ત્યારે હવે પ્રભાસની પ્રથમ ઝલક જોઈ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ તારીખ 12 જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'પ્રોજેક્ટ કે' ફિલ્મમાંથી પ્રભાસનો ફ્રર્સ્ટ લુક આઉટ, જુઓ શાનદાર ઝલક

author img

By

Published : Jul 19, 2023, 6:00 PM IST

હૈદરાબદ: પ્રભાસના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. 'પ્રોજક્ટ કે' ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. 'પ્રોજેક્ટ કે'ના ફિલ્મ નિર્માતાઓએ તારીખ 19 જુલાઈના રોજ પ્રભાસનો ફર્સ્ટ લુક બહાર પાડ્યો છે. ફિલ્મ નિર્માતા ચાહકોને એક પછી એક સંકેતો આપી રહ્યાં છે, જેના કારણે દર્શકોને હવે ફિલ્મ જોવા માટેની જીજ્ઞાસા ખુબ જ વધી ગઈ છે.

પ્રભાસનો ફર્સ્ટ લુક: ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક્ટર પ્રભાસના પ્રથક લુકની ઝલક શેર કરી છે. પ્રભાસનો લુક જોઈ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુક્તા વધી રહી છે. નિર્માતાઓએ પ્રભાસનો ફર્સ્ટ લુક બહાર પાડીને ચાહકોને બેચેન કરી દીધા છે. અગાઉ પ્રભાસની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના પોસ્ટરનુ વિઝ્યુઅલ ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર બિલબોર્ડ પર દર્શાવવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી વૈજ્યંતિ મૂવિઝ દ્વારા તારીખ 17 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

તેલુગુ ભાષામાં શૂટ: 'પ્રોજેક્ટ કે' ફિલ્મનું નિર્માણ નિર્દેશક અશ્વિન નાગના સસરા સી. અશ્વની દત્ત દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની જાહેરાત ફેબ્રુઆરી 2020માં વૈજ્યંતી મૂવીઝની 50મી વર્ષગાંઠ પર કરવામાં આવી હતી. આ ફિલ્મ તેલુગુ ભાષામાં શૂટ કરવામાં આવી છે. જેમાં દીપિકા પાદુકોણની તેલુગુ સિનેમામાં ડેબ્યું હંશે. આ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી ભાષામાં રિલઝ થશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: 'પ્રોજેક્ટ કે' ફિલ્મમાં પ્રભાસ સહિત અમિતભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન, દીશા પટની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 'પ્રોજેક્ટ કે' ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે. એટલું જ નહિં પરંતુ ફિલ્મ પણ નાગ અશ્વિન દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ લગભગ 600 કરોડના બજેટમાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મ વૈજયંતી મૂવિઝ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ તારીખ 12 જાન્યુઆરી 2024માં રિલીઝ થશે.

  1. Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી
  2. Bawaal Screening: 'બવાલ' સ્ક્રીનિંગમાં જાનવી કપૂર, તમન્ના ભાટિયા અને પૂજા હેગડેનું અફલાતું ગ્લેમર
  3. Iffi 2023: અનુરાગ ઠાકુરે વેબ સિરીઝ માટે નવી કેટેગરીની જાહેરાત કરી, ટ્વિટર પર તસવીર શેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.