મુંબઈ: તમામ વિવાદો વચ્ચે 'ધ કેરલા સ્ટોરી' આજે તારખ 5 મેનો રોજ કેરળની સાથે સાથે દેશભરમાં પણ રિલીઝ થઈ હતી. કેરળની 32,000 મહિલાઓની હૃદયસ્પર્શી સ્ટોરી પર આધારિત આ ફિલ્મનો દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ થયો હતો. તો ઘણી જગ્યાએ લોકો સમર્થનમાં ઉભા જોવા મળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે, રાજકારણનો કોરીડોર, દરેક જગ્યાએ 'ધ કેરલા સ્ટોરી'નું તોફાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજકીય જગતના તમામ દિગ્ગજ નેતાઓએ પણ આ ફિલ્મ પર પોતાનું નિવેદન આપ્યું છે. અહીં જુઓ.
PM નરેન્દ્ર મોદી: કર્ણાટકના બેલ્લારીમાં પ્રચાર કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં હિન્દી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નો ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ ફિલ્મનો વિરોધ કરવાનો પ્રયાસ કરી રહી છે. બેલ્લારીમાં તેમના ભાષણ દરમિયાન PM મોદીએ કહ્યું કે, ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સમાજમાં આતંકવાદના પરિણામોને પ્રકાશિત કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને કેરળ જેવા રાજ્યમાં જે મહેનતુ, પ્રતિભાશાળી અને બૌદ્ધિક લોકોની સુંદર ભૂમિ છે. ફિલ્મના વખાણ કરતા તેમણે કહ્યું કે, ફિલ્મ દ્વારા આતંકવાદના નવા સ્વરૂપને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજમાં આતંકવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. હથિયારો અને બોમ્બ ઉપરાંત તેઓ સમાજને અંદરથી પોકળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ આતંકવાદના આ નવા ચહેરાને ઉજાગર કર્યો છે.
- KKK 13: TV રિયાલિટી શોમાં શીઝાન ખાનને મળી એન્ટ્રી, કલર્સ ચેનલને મળી કાનૂની નોટિસ
- Anushka Sharma: વિરાટે અનુષ્કા સાથેની તસવીર કરી શેર, ચાહકોએ વરસાવ્યો પ્રેમ
- Katrina Kaif: આ પ્રોજેક્ટ્સ પછી કેટરિના કૈફ માતા બનશે, અભિનેત્રીએ ખુલાસો કર્યો
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરઃ સુદીપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી' પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું નિવેદન પણ સામે આવ્યું છે. કોંગ્રેસના સાંસદે 'કેરલા સ્ટોરી'નો વિરોધ કરતી વખતે કેરળમાંથી મહિલાઓના અદ્રશ્ય થવા અને કટ્ટરપંથી બનવા અંગે તેમની અસહમતિ દર્શાવી ચૂક્યા છે. એક ટ્વિટમાં, તિરુવનંતપુરમના સાંસદે કહ્યું કે, તેઓ 4 કેસ વિશે જાણે છે, જે 32,000 કેસ કરતા ઘણા ઓછા છે.
CM પિનરાઈ વિજયન: તે જ સમયે કેરળના CM પિનરાઈ વિજયને પણ વિરોધમાં નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. વિજયને કહ્યું કે, 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર જાણી જોઈને સાંપ્રદાયિક ધ્રુવીકરણના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે. તેણે કહ્યું કે, આ ફિલ્મ કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હોય તેવું લાગે છે.