ETV Bharat / entertainment

Pathan Box Office: 'પઠાણ'નું વાવાઝોડું યથાવત, 19મા દિવસનું કલેક્શન ચોંકાવી દેશે - બોક્સ ઓફિસ કલેક્શન

પઠાણ ફિલ્મ શરુઆતથી જ જોરદાર તુફાન લઈને આવ્યું હતું. આ તુફાન હજુ સુધી શાંત થયું નથી. ફિલ્મ 'પઠાણ'નું તોફાન હજુ પણ બોક્સ ઓફિસ પર ચાલી રહ્યું છે અને ફિલ્મે 19માં દિવસે શાનદાર કમાણી કરી છે. હવે પઠાણની વિશ્વભરમાં કમાણી 946 કરોડ સુધી પહોંચી ગઈ છે.

Etv BharatPathan Box Office: 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 19મા દિવસનું કલેક્શન તમને ચોંકાવી દેશે
Pathan Box Office: 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 19મા દિવસનું કલેક્શન તમને ચોંકાવી દેશે
author img

By

Published : Feb 13, 2023, 6:16 PM IST

મુંબઈઃ 'પઠાણ'નું વાવાઝોડું યથાવત છે. પઠાણ ફિલ્મનું તોફાન થિયેટરોમાં શાંત થયું નથી. હજુ પણ ધુળની ડમરી ઉડાડી રહ્યું છે. 'પઠાણ' 1000 કરોડનું લક્ષ્ય રાખે છે. 'પઠાણ'નું 19 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આશ્ચર્યચકિત કરી દેશે. કારણ કે, 'પઠાણ' ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 946 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ બાદ હવે 'જવાન' ફિલ્મમાં અલ્લુ અર્જુન કેમિયો કરવા જઈ રહ્યાં છે. આ સાથે તેઓ બોલિવૂડની એન્ટ્રી શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'થી કરશે.

આ પણ વાંચો: Zeenat Aman On Instagram: ઝિનત અમાન ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરે છે, ચાહકોએ કર્યું સ્વાગત

19 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન: બોલિવૂડના પઠાણ શાહરૂખ ખાને તેની ફિલ્મ 'પઠાણ'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર કમબેક કર્યું છે. આ ફિલ્મે દેશ અને દુનિયાની બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ હતી અને હવે ફિલ્મ તેની રિલીઝના 20મા દિવસે ચાલી રહી છે. ફિલ્મનો જાદુ હજુ પણ બરકરાર છે અને ત્રીજા વીકેન્ડમાં ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. ફિલ્મ 'પઠાણ'એ 19માં દિવસે ઘણી કમાણી કરી છે, જે છેલ્લા કેટલાક દિવસોની તેની દૈનિક કમાણી કરતા વધુ છે. આ ફિલ્મ 15 દિવસ પછી સિંગલ ડિજિટમાં કમાણી કરી રહી હત. પરંતુ 19માં દિવસે રવિવારે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી.

પઠાણ બોક્સ ઓફિસ કલેક્શન: ફિલ્મ 'પઠાણ'એ 19માં દિવસે હિન્દી વર્ઝનમાં 12.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારતમાં હિન્દી વર્ઝનમાં 'પઠાણ'ની કુલ કમાણી 486.25 કરોડ રૂપિયા છે. જ્યારે 588 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન સમગ્ર રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મે 19 દિવસમાં વિદેશમાં 358 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને વિશ્વભરમાં 946 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો: Allu Arjun In Srk Jawan: Srkની 'જવાન'થી બોલિવૂડમાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની એન્ટ્રી, હવે થશે ધમાલ

પઠાણનું લક્ષ્ય 1000 કરોડ પર: 'પઠાણ'ની નજર હવે 1000 કરોડના આંકડા પર છે, જે આવતા વીકએન્ડ સુધી અદ્ભુત રહેશે. કાર્તિક આર્યનની ફિલ્મ 'શહેજાદા' આવતા વીકએન્ડ તારીખ 17 ફેબ્રુઆરી પર રિલીઝ થવા જઈ રહી છે. જો 'પઠાણ' 17 ફેબ્રુઆરી સુધીમાં 1000 કરોડના આંકડાને સ્પર્શે છે, તો તે ફિલ્મ માટે એક મોટી સિદ્ધિ હશે અન્યથા યુવા કાર્તિકની 'લવ-એક્શન' ડ્રામા ફિલ્મ શહજાદા માટે થિયેટરોમાં દોડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.