મુંબઈઃ સોશિયલ મીડિયા પર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથેની એક તસવીરે હોબાડો મચાવ્યો છે. આ તસવીરને લઈ દર્શકો અને ચાહકો મુકાયા મુુંઝવણમાં. તારીખ 22 માર્ચના રોજ સાંજે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા મુંબઈની માયા નગરીમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી. બંને એક રેસ્ટોરન્ટની બહાર બંને શાનદાર અને સફેદ શર્ટમાંં જોવા મળ્યા હતા. હવે એવી અટકળો ચાલી રહી છે કે, શું પરિણીતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે ?
આ પણ વાંચો: Pathaan On OTT: પઠાણ વધારાના દ્રશ્યો સાથે OTT પર રિલીઝ થઈ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ડેટ: 15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર છે અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ છે. શક્ય છે કે બંનેના વિચારો ઘણા એકરૂપ હોય. પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી. હવે એમ કહેવું ખોટું નહીં હોય કે બંને સારી જોડી બનાવે છે.
આ પણ વાંચો: Bawaal New Release Date: વરુણ ધવન જાનવી કપૂરની ફિલ્મ બાવાલની નવી રિલીઝ ડેટ જાહેર
પરિણીતી ચોપરાને સન્માન: ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને 'ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ'ના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. તે ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમારોહ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. અહીં ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.