હૈદરાબાદ: અભિનેત્રી પરિણીતી ચોપરા થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા તૈયાર છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતીના લગ્નનો મંચ રાજસ્થાનના ઉદયપુરમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય કાર્યક્રમ પહેલા તેમના બંનેના નિવાસસ્થાનોને પહેલાથી જ ચમકદાર રોશનીથી શણગારવામાં આવ્યા છે.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ અને સ્થળ: તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન યોજાશે, જેમાં મોટાભાગની ઉજવણી ભવ્ય લીલા પેલેસમાં થશે. જ્યારે લગ્નનો સમારોહ મનોહર તાજ તળાવ ખાતે યોજાશે. સંગીત સમારોહથી શરુ કરીને નોસ્ટાલ્જિયાની થીમ સમગ્ર ઉજવણીમાં વ્યાપી જશે. તારીખ 23 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે પરિણીતીના ચૂરા સમારોહ સાથે લગ્નના ઉત્સવની શરુઆત થશે. ત્યાર બાદ બપોરે 12-4 વાગ્યા સુધી ઉષ્માભર્યું સ્વાગત લંચ થશે.
પંજાબી મેનૂ મહેમાનોને પિરસવામાં આવશે: લગ્નની વિશેષતાઓમાંની એક ભવ્ય પંજાબી મેનૂ છે, જે મહેમાનોને પિરસવામાં આવશે. પરિણીતી અને રાઘવ બંને પંજાબી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. લગ્નની ખાસ વાત એ છે કે, લગ્નના સરઘસમાં રાઘવ ચઢ્ઢા ઘોડાના બદલે બોટ પર આગમન કરશે. પરંપરામાંથી આ એક સર્જનાત્મક પ્રસ્થાન યાદગાર અને આકર્ષક ક્ષણ બનવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તારીખ 23 સપ્ટેમ્બરે ભારત આવી રહી છે.
પ્રિયંકા ચોપરા USથી ભારત આવશે: પ્રિયંકા તેમના પતિ નિક જોનાસ સિવાય આવે તેવી શક્યતા છે. કારણ કે, નિક જોનાસે 18 દેશોનો પ્રવાસ શરુ કર્યો છે અને તેમના 70થી વધુ આગામી કોન્સર્ટ છે. પ્રિયંકા સાથે માલતી મેરી પણ ભારત આવશે. રાજસ્થાનમાં લગ્ન પછી પરિણીતી અને રાઘવ તારીખ 30 સપ્ટેમ્બરે ચંડીગઢમાં લગ્નના રિસેપ્શન સાથે ઉજવણી ચાલુ રાખશે. પરિણીતી ચોપરા અક્ષય કુમાર સાથે 'મિશન: રાણીગંજ'માં જોવા મળશે. આ ઉપરાંત ઈમ્તિયાઝ અલી દ્વારા દિગ્દર્શિત દિલજીત દોસાંઝ સાથેનો પ્રોજેક્ટ 'ચમકીલા' સામેલ છે.
- Guthlee Ladoo Trailer Out: અભિનેતા સંજય મિશ્રા અભિનીત 'ગુઠલી લાડુ'નું ટ્રેલર લોન્ચ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ
- Bollywood Box Office Updates: 'જવાન'ની કમાણીમાં 14માં દિવસે ઘટાડો થવાની શક્યતા
- Ambani Ganesh Chaturthi Celebrations: અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા 'જવાન'ની ટીમ સહિત આ સ્ટાર્સ પહોંચ્યા