હૈદરાબાદ: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના આગામી લગ્નને લઈને સમગ્ર દેશભરમાં ભારે ચર્ચા છે. લગ્ન સ્થળ પરથી તાજેતરના વીડિયો અને તસવીરો સામે આવી છે, જે લગ્નની ઉજવણીની શાનદાર ઝલક આપે છે. આ ભવ્ય લગ્નની સફર અગાઉ નવી દિલ્હીમાં થઈ હતી. રાઘવ ચઢ્ઢાના નિવાસસ્થાને અરદાશ(શીખ પ્રર્થના) સહિત પૂર્વ લગ્ન ઉત્સવો યોજાયા હતા. ત્યારબાદ મધુ ચોપરા, પ્રિયંકા ચોપરાની માતા અને ક્રિકેટર હરભજન સિંઘની હાજરીમાં સૂફી રાત્રિનો પ્રસંગ યોજાયો હતો.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નનો સમય: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ મે મહિનામાં દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે થઈ હતી. હવે રવિવાર તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ફેરા અથવા પરંપરાગત વિધિઓ સાથે સાંજે 4:00 વાગ્યે શરુ થશે. ત્યાર બાદ વિદાય સમારોહ સાંજે 6:30 વાગ્યે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ભવ્ય સ્વાગત લીલા પેલેસ કોર્ડયાર્ડ ખાતે થવાનું છે, જે રાત્રે 8:30 વાગ્યે શરુ થશે.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્ન ક્યારે સમાપ્ત થશે: લગ્નના દિવસની શરુઆત લગભગ બપોરે 1:00 વાગ્યે રાઘવ ચઢ્ઢા માટે સેહરાબંદી સમારોહથી થશે, ત્યારબાદ વરરાજાની જાન લેક પેલેસથી લગ્ન સ્થળ સુધી બોટની સવારી સાથે પહોંચશે. જયમાલા અથવા તોરણોની આપ-લે લગભગ બપોરે 3:00 વાગ્યે શરુ થશે. ત્યાર બાદ ફેરા અને વિદાય સાથે સાંજે 6:30 વાગ્યે સમાપ્ત થશે.લગ્ન પ્રસંગમાં કોણ હાજરી આપશે: શાનદાર લગ્ન સમારોહ પછી દંપતી તેમના પરિવારો અને મિત્રો સાથે લીલા પલેસ કોર્ડયાર્ડ ખાતે ઉત્સવ ચાલુ રાખશે, જે રાત્રે 8:30 વાગ્યે શરુ થશે. જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને ફિલ્મ નિર્માતા કરણ જોહર સહિત ઉદયપુરમાં લગ્નની ઉજવણીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દરમિયાન પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાની હાજરી અનિશ્ચિત છે.
- Farah Khan Interview : બોલીવુડ ડાયરેક્ટર ફરાહ ખાન બની અમદાવાદની મહેમાન, ઈટીવી ભારત સાથે કરી રસપ્રદ વાતો
- Ragneeti Wedding : પરિણીતી રાઘવના લગ્નમાં પહોંચેલી ભાગ્યશ્રીએ અંદરની રોયલ તસવીરો શેર કરી
- Rashmika Mandanna First Look : 'એનિમલ'માં રશ્મિકા મંદન્નાનો પહેલો લુક સામે આવ્યો, હવે 'ગીતાંજલિ'ના રોલમાં જોવા મળશે 'શ્રીવલ્લી'