મુંબઈ: 'અમર સિંહ ચમકીલા'ના નિર્માતાઓએ મંગળવારેના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિલીઝ થયેલા ટીઝરમાં દિલજીત નવા લુકમાં જોવા મળી રહ્યા છે. OTT પ્લેટફોર્મ Netflix એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પરિણીતી ચોપરા અને દિલજીત દોસાંજને ટેગ કરતા 'અમર સિંહ ચમકીલા'નું ટીઝર રિલીઝ કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મ સ્ટાર્સની ભૂમિકા: મેકર્સે કેપ્શનમાં લખ્યું છે કે, 'જે નામ વર્ષોથી તમારા દિલ અને દિમાગ પર પડછાયો છે તે હવે તમારી સામે આવી ગયું છે. પંજાબના સૌથી વધુ પ્રખ્યાત કલાકાર અમર સિંહ ચમકીલાની સ્ટોરી જુઓ. ટૂંક સમયમાં માત્ર નેટફ્લિક્સ પર આવી રહ્યું છે. 'અમર સિંહ ચમકીલા' વર્ષ 2024માં OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થશે. ચમકીલાના ટીઝરમાં દિલજીત પાઘડી વગર જોવા મળે છે. તેને વિગ પહેરેલી જોઈ શકાય છે. જ્યારે પરિણીતી ચોપરા તેની પાર્ટનર અમરજોત કૌર તરીકે જોવા મળશે.
દિલજીત દોસાંજનું નિવેદન: ફિલ્મ વિશે દિલજીત દોસાંજે કહ્યું, 'અમર સિંહ ચમકીલાનું પાત્ર ભજવવું એ મારા જીવનનો સૌથી પડકારજનક અનુભવ રહ્યો છે. હું બીજી રોમાંચક વાર્તા સાથે નેટફ્લિક્સ પર પાછા આવવા માટે ઉત્સાહિત છું. પરિણીતી અને આખી ટીમ સાથે કામ કરવું ખૂબ જ સરસ હતું. જેમણે આ સુંદર વાર્તાને જીવંત બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. રહેમાન સરના સંગીત માટે ગાવું એ એક અલગ જ અનુભવ હતો. હું આશા રાખું છું કે, હું તેમની દ્રષ્ટિ સાથે ન્યાય કરી શક્યો છું. આ રોલ માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ઈમ્તિયાઝ પાજીનો આભાર.
પરિણીતી ચોપરાનું નિવેદન: અભિનેત્રી પરિણીતી ચોપરાએ કહ્યું, 'આ ફિલ્મમાં અમરજોત ચમકીલાની સિંગિંગ પાર્ટનર અને પત્નીની ભૂમિકા ભજવવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ તક માટે હું ખરેખર ઈમ્તિયાઝ સરનો આભારી છું. દિલજીત સાથે સ્ક્રીન શેર કરવી એ અમૂલ્ય અનુભવ રહ્યો છે. સુપ્રસિદ્ધ એ.આર. રહેમાન સાથે કામ કરવું એ લાંબા સમયથી રાહ જોવાતું સ્વપ્ન જેવું લાગે છે. મને વિશ્વાસ છે કે અમારી ફિલ્મ દરેકના હૃદયને સ્પર્શી જશે, જેથી ચમકીલાની પ્રેરણાદાયી વાર્તા વિશ્વભરના ચાહકોમાં ગુંજી ઉઠશે.'
ફિલ્મની સ્ટોરી: આ ફિલ્મ પંજાબના રોકસ્ટાર અમર સિંહ ચમકીલાની અનટોલ્ડ સત્ય ઘટના પર આધારિત છે. અમર સિંહ 80ના દાયકામાં ગરીબીના પડછાયામાંથી બહાર આવ્યા અને પોતાના સંગીતના બળ પર લોકપ્રિયતાના શિખરો પર પહોંચ્યા. જો કે, આ દરમિયાન તેને લોકોની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો. જેના કારણે 27 વર્ષની નાની ઉંમરમાં તેની હત્યા કરવામાં આવી હતી. તેમના સમયની સૌથી વધુ રેકોર્ડ-વેચાણ કરનાર કલાકાર, ચમકીલાને હજુ પણ પંજાબની શ્રેષ્ઠ લાઇવ સ્ટેજ પર્ફોર્મર તરીકે ગણવામાં આવે છે.
- Sara Vicky In Ipl Final: યલો આર્મીના સિંહ વિક્રમને ગુજરાત ઘરઆંગણે પણ રોકી શક્યું નથી, અહિં જુઓ સારા અલી ખાન અને વિકીની ખશી
- Sourav Ganguly: આયુષ્માન ખુરાના કરશે સૌરવ ગાંગુલીની બાયોપિક, રજનીકાંતની પુત્રી ફિલ્મનું નિર્દેશન કરશે
- Ipl 2023 Final: ફાઈનલ મેચમાં શુભમન ગિલનો જાદુ ન ચાલ્યો, સારા અલી ખાન થઈ ટ્રોલ