ETV Bharat / entertainment

Parineeti Chopra: પરિણીતી ચોપરાએ મંગેતર સાથે ભારત-ઓસ્ટ્રેલિયા WTC ફાઈનલ મેચ જોઈ, તસવીર વાયરલ - પરિણીતી ચોપરા લંડનમાં

IPL 16નો આનંદ માણ્યા બાદ પરિણીતી ચોપરા પણ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે લંડનમાં ગયા હતા. જ્યાં ઓવલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આનંદ માણ્યો હતો. હવે આ અભિનેત્રી પરણિતી ચોપરા લગ્ન થાય તે પહેલા મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે.

પરિણીતી ચોપરાએ મંગેતર સાથે ભારત-ઓસ્ટ્રેલિયા WTC ફાઈનલ મેચ જોઈ, તસવીર વાયરલ

author img

By

Published : Jun 10, 2023, 12:48 PM IST

મુંબઈઃ બોલિવુડની અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્ન નજીક છે. પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના સાથ ફેરા લેશે. પરિણીતી લગ્ન પહેલા રાઘવ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે. આ દિવસોમાં કપલ તેમના લગ્નની શોપિંગ કરવા લંડન પહોંચી ગયું છે. પરિણીતી અને રાઘવે લંડનના ઓવલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની મજા પણ માણી હતી.

મેચનો આનંન માણ્યો: રમતના ત્રીજા દિવસે પરિણીતી અને રાઘવ સ્ટેડિયમ પહોંચ્યા હતા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીર સોશિયલ મીડિયા પર પવન વેગે વાયરલ થઈ રહી છે. ઓવલના સ્ટેડિયમમાંથી સામે આવેલી પરિણીતી અને રાઘવની તસવીરમાં આ કપલ ખૂબ જ ડેશિંગ લુકમાં જોવા મળે છે. પરિણીતીએ સફેદ ડ્રેસ પર ઓલિવ રંગનું બ્લેઝર પહેર્યું છે.

પરણિતીનો સુંદર દેખાવ: રાઘવ તેના ફોર્મલ લીડર લુકમાં જોવા મળી રહ્યા છે. રાઘવે કાળા પેન્ટ સાથે આછા વાદળી રંગનો શર્ટ અને તેની ઉપર વાદળી સ્વેટર પહેર્યું છે. કપલે તેમની આંખો પર સનગ્લાસ પણ લગાવ્યા છે. આ તસવીરમાં પરિણીતી અને રાઘવનો લુક અદભૂત લાગી રહ્યો છે. આ પહેલા રાઘવ અને પરિણીતી લંડનમાં વેડિંગ શોપિંગ કરતા જોવા મળ્યા હતા.

પરણિતી ચોપરાના લગ્ન: અહીં એક પ્રશંસકે રાઘવ અને પરિણીતી સાથે સેલ્ફી મોડમાં વીડિયો કેપ્ચર કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જાણવા મળ્યું કે, રાઘવ અને પરિણીતી લંડનમાં છે. એ વાત પરથી પણ પડદો હટી ગયો હતો કે, રાઘવ અને પરિણીતી રાજસ્થાનના કયા શહેર અને પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ઉદયપુર ખાતે સ્થિત પેલેસ 'ધ ઓબેરોય ઉદયવિલાસ'માં લગ્ન કરવા જઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.