ETV Bharat / entertainment

Oscar Winning Director: ઓસ્કાર વિજેતા દિગ્દર્શક વિલિયમ ફ્રિડકિનનું અવસાન, 87 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું - વિલિયમ ફ્રીડકિનનું અવસાન

હોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્કાર એવોર્ડ મેળવાનાર દિગ્દર્શક વિલિયમ ફ્રિડકિનનું અવસાન થયુ છે. તેમણે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. વિલિયમે ટેલિવિઝન કાર્યક્રમો અને દસ્તાવેજી ફિલ્મોનું નિર્દેશનક કર્યુ છે. તેમણે શેર લેન્સિંગ સાથે લગ્ન કર્યા હતા.

ઓસ્કાર વિજેતા દિગ્દર્શક વિલિયમ ફ્રીડકિનનું અવસાન, 87 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

author img

By

Published : Aug 8, 2023, 10:59 AM IST

લોસ એન્જલસ: 'ફ્રેન્ચ કનેક્શન' અને 'ધ એક્સોસિસ્ટ'ના ઓસ્કાર વિજેતા દિગ્દર્શક વિલિયમ ફ્રિડકિનનું સોમવારે લોસ એન્જલસમાં અવસાન થયું હતું. વેરાયટીએ અહેવાલ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ 87 વર્ષના હતા. ચેપમેન યુનિવર્સિટીના ડીન સ્ટીફન ગેલોવે, ફ્રિડકિનની પત્ની શેરી લેન્સિંગના નજીકના મિત્રએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી.

ફ્રિડકિનનનો અભ્યાસ: ફ્રિડકિન શિકાગોના વતની છે. તેમણે સેન હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમને બાસ્કેટબોલ રમતમાં બહુ શોક હતો. તેમની કુશળતાને વ્યાવસાયિક સ્તરે આગળ વધારવા માટે સખત મહેનત કરી હતી. પરંતુ તેમની હાઈટ 6 ફૂટથી વધુ ન હોવાના કારણે તેમનું ધ્યાન પત્રકારત્વ તરફ ગયુ. દસ્તાવેજી માધ્યમમાં કામ કરવાામાં વર્ષો વિતાવ્યા હતા. તેમણે લેસ્લી એન ડાઉન, જિએન મોરેઉ અને ન્યૂઝરીડર કેલી લેંગ સાથે લગ્ન કર્યા હતા.

ફ્રિડકિનના કરિયરની શરુઆત: ફ્રિડકિને તેમની કારકિર્દીની શરુઆત શિકાગોમાં WGN મેલરુમમાં કરી હતી. તેમણે ટેલિવિઝન કાર્યક્રમો અને દસ્તાવેજી ફિલ્મોનું નિર્દેશન કરવાનું કામ કર્યુ હતું. તેમણે લગભગ 2,000 TV કાર્યક્રમોનું દિગ્દર્શન કર્યુ હોવાનો દાવો કર્યો હતો. જેમાં વર્ષ 1962ની ડોક્યમેન્ટ્રી 'ધ પીપલ વર્સીસ પોલ ક્રમ્પ'નો સમાવેશ થાય છે. સાન ફ્રાન્સિસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને ગોલ્ડન ગેટ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ક્રિડકિકનની ફિલ્મ: વર્ષ 1970ના દાયકામાં ફ્રિડકિને ફિલ્મ નિર્માતાઓના યુવાન, હિંમતવાન જૂથના સભ્ય તરીકે 'હેલ એશબી', 'ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા' અને 'પીટર બોગદાનોવિચ' સાથે A-લિસ્ટ ખ્યાતિ મેળવી હતી. ફ્રિટકિને હોરર અને પોલીસ થ્રિલર શૈલીમાં સારું પ્રદર્શન કર્યુ હતુ.તેમણે ટેલિવિઝનમાં પણ કામ કર્યુ હતુ. ખાસ કરીને દસ્તાવેજી ફિલ્મમાં તેમનું કામ નોંધપાત્ર રહ્યું છે. 'ધ ફ્રેન્ચ કનેક્શન' દસ્તાવેજી શૈલીમાં ફિલ્મ બનાવી હતી. 'ધ ફ્રેન્ચ કનેક્શન'ની ખુબ જ ટિકાઓ થઈ હતી.

બ્લોકબસ્ટર યુગની શરુઆત: વર્ષ 1973માં રિલીઝ થયેલી 'ધ એક્સોસિસ્ટ'એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર USD 500 મિલિયનની કમાણી કરી હતી. એટલું જ નહિં પરંતુ 'ધ ગોડપાધર' સાથે સિનેમાના બ્લોકબસ્ટર યુગની શરુઆત કરવામાં મદદ કરી હતી. 'ધ એક્સોસિસ્ટ' એ વિલિયમ પીટર બ્લેટીના એક યુવાન છોકરીના રાક્ષસના કબ્જા વિશેના પુસ્તક પર આધારિત ફિલ્મ હતી. તેમની દસ્તાવેજી ફિલ્મોમાં 'અ ડીકેડ અંડર ધ ઈન્ફ્લુઅન્સ' અને 'પ્યોર સિનમા: 'થ્રુ ધ આઈઝ ઓફ ધ માસ્ટર'નો સામેવેશ થાય છે.

  1. Taali Trailer Release: સુષ્મિતા સેન સ્ટારર 'તાલી'નું ટ્રેલર આઉટ, Jio Cinema પર સ્ટ્રીમિંગ થશે
  2. Sunny Deol: સની દેઓલે 'ગદર 2' સાથે 'omg 2'ની ટક્કર વિશે કર્યો ખુલાસો, કહ્યું 'જો હોગા સો હોગા'
  3. Jawan Posters: 'જવાન'માંથી શાહરુખ ખાનનો બાલ્ડ લુક આઉટ, દમદાર પોસ્ટર રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.