ETV Bharat / entertainment

ફતેહીની ફજેતીઃ હવે 200 કરોડના ભોપાળાનો રેલો પહોંચ્યો નોરા સુધી

ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની (Nora Fatehi in Sukesh Chandrashekhar Case) દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી (NORA FATEHI IN EXTORTION CASE) રહી છે. હવે 12 સપ્ટેમ્બરે આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ પૂછપરછ કરવામાં આવશે.

Etv Bharatહવે 200 કરોડના ભોપાળાનો રેલો પહોંચ્યો નોરા ફતેહી સુધી

author img

By

Published : Sep 3, 2022, 4:03 PM IST

દિલ્હી: દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ શનિવારે (3 સપ્ટેમ્બર) ઠગ સુકેશ ચંદ્રશેખર કેસના (Sukesh Chandrashekhar Case) સંબંધમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. નોરાની (Nora Fatehi in Sukesh Chandrashekhar Case) આ પૂછપરછ લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં અન્ય અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પહેલા જ આરોપી જાહેર કરી ચૂકી છે. હવે EOW 12 સપ્ટેમ્બરે આ મામલે જેકલીનની પૂછપરછ કરશે.

  • Sukesh Chandrashekhar case | It was found that some people worked around him, he used to 1st contact actresses&through them tried to be more friendly. He tried to entice them with expensive gifts. It seems some people realised but continued out of greed: Spl CP, Crime/EoW#Delhi pic.twitter.com/rWZS4vLMKn

    — ANI (@ANI) September 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: આલિયા ભટ્ટે તેલુગુ ભાષામાં કેસરિયા ગીત ગાઈ ફેન્સને ચોંકાવી દીધા

તાજેતરના અહેવાલો અનુસાર, EOW એ અભિનેત્રી નોરા ફતેહીને 200 કરોડના ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત આ ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા છે, જેમાં અભિનેત્રીને મળેલી કિંમતી ભેટથી લઈને બંને વચ્ચે ક્યારે વાતચીત થઈ તે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. EOWની પૂછપરછ દરમિયાન, અભિનેત્રીએ સુકેશ સાથે વાતચીતની વાત સ્વીકારી અને એ પણ જણાવ્યું કે તેનો જેકલીન સાથે કોઈ સંપર્ક નથી.

નોરાને BMW કાર ભેટમાં: નોરાએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે ઠગ સુકેશની પત્નીએ તેને નેલ આર્ટ ફંક્શનમાં બોલાવી હતી, જ્યાં બંને મળ્યા હતા. આ ફંક્શનમાં સુકેશની પત્નીએ નોરાને એક અમૂલ્ય કાર BMW ભેટમાં આપી હતી. નોરાએ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે તેને સુકેશના ગુનાહિત રેકોર્ડ વિશે કોઈ જાણકારી નથી.

જેકલીનની 12 સપ્ટેમ્બરે પૂછપરછ: EOW, દિલ્હી, સ્પેશિયલ સીપી રવિન્દ્ર યાદવે કહ્યું છે કે, 'એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકો સુકેશ ચંદ્રશેખર માટે કામ કરે છે, તે પહેલા અભિનેત્રીઓનો સંપર્ક કરે છે અને પછી તેમની સાથે ભળી જાય છે, તેણે અભિનેત્રીઓને કિંમતી ચીજો આપી છે. તેમને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ગિફ્ટ આપીને લાગે છે કે કેટલાક લોકોને આ વાતનો અહેસાસ થયો પણ લોભના કારણે તેઓએ આ કામ ચાલુ રાખ્યું. જેકલીનની પણ 12 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે.

જેકલીન ફર્નાન્ડિસને આરોપી જાહેર કરી: EDના નિશાના પર સુકેશ ચંદ્રશેખર કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની 12 સપ્ટેમ્બરે ફરી પૂછપરછ કરવામાં આવશે. આ વખતે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) અભિનેત્રીની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે, સુકેશ ચંદ્રશેખર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની ચાર્જશીટમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને આરોપી જાહેર કરી છે.

આ પણ વાંચો: 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં આલિયાએ પહેર્યા આ કપડા, હવે થઈ રહી છે ટ્રોલ

ચાર્જશીટની નોંધ: આ સિવાય દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ જારી કરીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તાજેતરમાં આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.