Kiara Sidharth Latest Photo: દિલ્હી એરપોર્ટ પર સિદ્ધાર્થ-કિયારાનું આગમન, ચાહકોએ કહ્યું, કોંગ્રેચ્યુલેશન! - દિલ્હી એરપોર્ટ પર કિયારા સિદ્ધાર્થ
પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીના લગ્ન તારીખ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાના જેસલમેરમાં થયાં હતાં. નવપરણિત કપલને બોલિવૂડના સેલેબ્સે અભિનંદ પાઠવ્યાં હતાં. આ સાથે ચાહકોએ પણ અભિનંદન પાઠવ્યાં હતાં. ત્યાર બાદ આ કપલ જેસલમેરથી દિલ્હી જવા રવાના થયું હતું. સિદ્ધાર્થ અને કિયારા દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યાં (Kiara Sidharth Spotted Delhi Airport) હતાં. બન્ને રંગીન પોષાકમાં જોવા મળ્યાં હતાં, જેની તસ્વીર (Kiara Sidharth Latest Photo) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મુંબઈ: તારીખ 7 ફેબ્રુઆરીએ બોલિવૂડના ફેમસ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણીના રાજસ્થાનનાં જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં શાહી લગ્ન થયાં હતાં. આ લગ્નમાં બિલિવૂડના ઘણા સેલેબ્સ ઉપસ્થિત રહ્યાં હતાં. લગ્ન બાદ કિયારાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીર શેર કરી હતી. લગ્ન થઈ ગયાં બાદ બોલિવૂડના સેલેબ્સે અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત નવપરણિત કપલના ચાહકોએ પણ શુભેચ્છા પાઠવી હતી. લગ્ન બાદ નવપરણિત કપલ દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યું હતું. તેઓ નવાં રંગીન પોષાકમાં હતાં, જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: Bigg Boss Season 16: અર્ચનાને સમર્થન આપવા મેરઠવાસીને પિતાએ કરી અપીલ
દિલ્હી એરપોર્ટ પર નવવિવાહિત કપલ:: બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાએ મંગળવારના રોજ સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. બુધવારે લગ્નના એક દિવસ પછી, કપલ તેમના પરિવાર સાથે જેસલમેરથી દિલ્હી માટે રવાના થયું હતું. આ દરમિયાન આ કપલ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર રેડ આઉટફિટમાં જોવા મળ્યું હતું. આ આઉટફિટમાં સિદ્ધાર્થ અને કિયારા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. તેમની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
-
The ever gorgeous Mr. & Mrs. Malhotra 🫶 pic.twitter.com/vYUsy3eqcT
— 𝓢 ❀ (@hayeoye_) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The ever gorgeous Mr. & Mrs. Malhotra 🫶 pic.twitter.com/vYUsy3eqcT
— 𝓢 ❀ (@hayeoye_) February 8, 2023The ever gorgeous Mr. & Mrs. Malhotra 🫶 pic.twitter.com/vYUsy3eqcT
— 𝓢 ❀ (@hayeoye_) February 8, 2023
-
Mr & Mrs. Malhotra ki Gallan Hogai Mashhoor🥹♥️#SidharthMalhotra #KiaraAdvani pic.twitter.com/nTNgyHXHe2
— Maddy (@madsceness) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mr & Mrs. Malhotra ki Gallan Hogai Mashhoor🥹♥️#SidharthMalhotra #KiaraAdvani pic.twitter.com/nTNgyHXHe2
— Maddy (@madsceness) February 8, 2023Mr & Mrs. Malhotra ki Gallan Hogai Mashhoor🥹♥️#SidharthMalhotra #KiaraAdvani pic.twitter.com/nTNgyHXHe2
— Maddy (@madsceness) February 8, 2023
દિલ્હી એરપોર્ટ પર કિયારા સિદ્ધાર્થ: દિલ્હી એરપોર્ટ પર સ્પોટ થયેલા કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદ પહેલીવાર પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. સિદ-કિયારાનો વીડિયો શેર કરતા એક યુઝરે કેપ્શનમાં લખ્યું છે, 'મિસ્ટર એન્ડ મિસેજ મલ્હોત્રા કી ગલ્લા હોગી મશહુર.' અન્ય યુઝરે લખ્યું છે કે, 'સદબહાર મિસ્ટર એન્ડ મિસિસ મલ્હોત્રા.' નવા પરણેલા કપલે દિલ્હી એરપોર્ટ પર પાપારાઝીઓને લગ્નની મીઠાઈઓ પણ આપી હતી. પાપારાઝીએ લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.
-
What a sweet gesture by Sid-Kiara towards the media people! #SidharthMalhotra | #KiaraAdvani | #SidharthKiaraWedding pic.twitter.com/gnkujVVPd2
— SID KI FAN 🦋 (@Oscars_Daddy) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a sweet gesture by Sid-Kiara towards the media people! #SidharthMalhotra | #KiaraAdvani | #SidharthKiaraWedding pic.twitter.com/gnkujVVPd2
— SID KI FAN 🦋 (@Oscars_Daddy) February 8, 2023What a sweet gesture by Sid-Kiara towards the media people! #SidharthMalhotra | #KiaraAdvani | #SidharthKiaraWedding pic.twitter.com/gnkujVVPd2
— SID KI FAN 🦋 (@Oscars_Daddy) February 8, 2023
આ પણ વાંચો: Wedding Reception: સિદ્ધાર્થ કિયારાનું બે મહાનગરમાં ભવ્ય રીસેપ્શન, જુહીએ પોસ્ટ શેર કરી
કિયારા સિદ્ધાર્થ રેડ આઉટફિટ: વેસ્ટર્ન આઉટફિટ્સમાં જેસલમેરથી નીકળેલું આ કપલ દિલ્હીમાં લાલ એથનિક આઉટફિટ્સમાં દેખાયું હતું. આ દરમિયાન સિદ્ધાર્થ લાલ કુર્તામાં દેખાયો હતો, જે તેણે સફેદ પાયજામા પર પહેર્યો હતો. તેમના ગળામાં એક સુંદર એમ્બ્રોઇડરીવાળી શાલ હતી. જ્યારે કિયારા રેડ સલવાર કમીઝ અને રેડ નેટ દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટ પર તેમણે પોતાના વાળ ખુલ્લાં રાખ્યા હતા. આટલું જ નહીં, કિયારાએ તેમના સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓ ફ્લોન્ટ કરી છે. અભિનેત્રી ગુલાબી ચૂડામાં કેઝ્યુઅલ આઉટફિટ સાથે પણ જોવા મળી હતી. તેણે ગોલ્ડન શાઇની હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કિયારા નવી દુલ્હન તરીકે ખરેખર સુંદર લાગી રહી હતી.