ETV Bharat / entertainment

નેપાળ પ્લેન ક્રેશમાં આ પ્રખ્યાત ગાયિકાનું મૃત્યુ, PM મોદીએ વ્યક્ત કર્યો શોક - નેપાળ પ્લેન ક્રેશ PM મોદી

નેપાળમાં ગત રોજ એક વિમાન ક્રેશ થયું (Nepal Plane Crash) હતું. જેમાં 69 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. નેપાળની યેતી એરલાઈન્સનું વિમાન રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું. જેમાં નેપાળના પ્રખ્યાત ગાયિકા (famous singer nira chhantyal)નું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. PM મોદીએ પણ આ દર્દનાક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

નેપાળ પ્લેન ક્રેશમાં આ પ્રખ્યાત ગાયકીનું મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

author img

By

Published : Jan 16, 2023, 4:03 PM IST

Updated : Jan 18, 2023, 9:44 AM IST

નવી દિલ્હી: પાડોશી દેશ નેપાળમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નેપાળમાં ગત રોજ એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 69 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, નેપાળની યેતી એરલાઈન્સનું વિમાન રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, પ્લેન પોખરા એરપોર્ટ પર લેન્ડ થવાના 10 સેકન્ડ પહેલા આ દુ:ખદ અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં પ્લેન પોખરા ખીણમાંથી સેતી નદીના ખાડામાં પડી ગયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા 69 મુસાફરોમાંથી એક નેપાળની લોક ગાયિકા નીરા છાંટ્યાલની ઓળખ થઈ ગઈ છે. PM મોદીએ ટ્વીટ કરીને નેપાળમાં બનેલી આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો: CRITICS CHOICE AWARDS: RRR ફરી જીત્યો શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો એવોર્ડ

ચાહકોને મોટો આંચકો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીરા પોખરામાં એક ફંક્શનમાં પરફોર્મ કરવા જઈ રહી હતી. આ પહેલા નીરાએ તેના યુટ્યુબ પર એક ગીત પણ શેર કર્યું હતું. જેને તેના ચાહકોએ પણ પસંદ કર્યું હતું. પરંતુ હવે નીરા આ દુનિયામાં નથી. આ સમાચારથી નીરાના ચાહકો ચોંકી ગયા છે. નીરાએ ઘણા નેપાળી ગીતમાં પોતાનો સુંદર અવાજ આપ્યો છે. તેણે પિર્ટિકો ડોરી સાથે એક ગીત પણ રેકોર્ડ કર્યું હતું. જેને ચાહકોએ પસંદ કર્યું હતું. નીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અને પોતાના નવા ગીતો ચાહકો સાથે શેર કરતી અને ઘણો પ્રેમ મેળવતી. આવી સ્થિતિમાં તેમના જવાથી તેમના ચાહકો દુ:ખી થયા છે.

  • Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_

    — Narendra Modi (@narendramodi) January 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ગોલ્ડન ગ્લોબ વિજેતા MM કીરવાનીએ રામોજી રાવનો આભાર વ્યક્ત કર્યો

''નેપાળ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા PM મોદીએ ટ્વીટ કર્યું કે, 'નેપાળમાં થયેલા દુ:ખદ હવાઈ દુર્ઘટનાથી હું દુઃખી છું, જેમાં ભારતીય નાગરિકો સહિત અમૂલ્ય જીવો ગયા હતા, મારી સંવેદના અને પ્રાર્થના શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે.'' --- PM મોદી

Last Updated : Jan 18, 2023, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.