ETV Bharat / entertainment

Fahadh Faasil Birthday: નઝરિયા નાઝીમે પતિ ફહાદ ફાસિલના જન્મદિવસ પર રોમેન્ટિક તસવીર કરી શેર - ફહાદ ફાસિલનો જન્મદિવસ

નઝરિયા નાઝિમે તેના પતિ ફહાદ ફાસીલના જન્મદિવસે ઈન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીર શેર કરી છે. ફહાદ ફાસિલ તારીખ 8 ઓગસ્ટના રોજ 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફહાદ ફાસિલે 'પુપ્ષા' ફિલ્મમાં ભંવર સિંહની શાનદાર ભૂમિકા ભજવી હતી. હવે ફરી એક વાર 'પુષ્પા 2: ધ રુલ'માં IPSની ભૂમિકામાં જોવા મળશે.

નઝરિયા નાઝીમે પતિ ફહાદ ફાસિલના જન્મદિવસ પર રોમેન્ટિક તસવીર કરી શેર

author img

By

Published : Aug 8, 2023, 12:06 PM IST

Updated : Aug 8, 2023, 4:31 PM IST

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રિય સ્ટાર કપલ્સમાંથી એક નઝરિયા નાઝીમ અને ફહાદ ફાસિલ છે. આ કપલની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ છે. નઝરિયા ફહાદ સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની સુંદર તસવીર ચાહકો સાથે શેર કરતા રહે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ફહાદ ફાસિલ મંગળવારે 42 વર્ષના થયા છે. તારીખ 8 ઓગસ્ટના રોજ ફહાદ ફાસિલ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે તેમની જીવનસાથી અભિનેત્રી નઝરિયા નાઝિમે ઈન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

કપલની રોમેન્ટિક તવસીર: અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''લવ યુ શાનુ. તારા જેવું કોઈ નથી. સૌથી શ્રેષ્ઠ મિત્ર. અમે તમને પ્રેમ કરીએ છિએ.'' કૂડે અભિનેત્રીએ તેમની પોસ્ટમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે, મલયાલમ સિનેમાના મેગાસ્ટાર મામૂટીએ જ આ કપલની રોમેન્ટિક તસવીર લીધી હતી. અભિનેત્રીએ પોસ્ટમાં મેગાસ્ટારને ટેગ કરીને જાહેર કર્યું છે કે, તેઓ તેમના ફેવરિટ છે.

અનુભવી અભિનેતા ફહાદ: હંમેશની જેમ ફહાદ ફાસીલે તેમનો જન્મદિવસ તેમની સુંદર પત્ની, પરિવાર અને નજીકના મિત્રો જેવા ખાસ સદસ્યો સાથે ઉજવવાનું પસંદ કર્યું છે. વર્ષ 2006ની ફિલ્મ 'પલુંકુ' જેમાં નઝરિયાએ મામૂટીની પુત્રી તરીકે ભૂમિકા ભજવી હતી. તેમણે બાળ કલાકાર તરીકે અભિનયની શરુઆત કરી હતી. જ્યારે ફહાદ અનુભવી અભિનેતા છે. મામૂટી અને ફાઝિલે કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં મુખ્ય પાત્ર તરીકે અભિનય કર્યો છે.

ફહાદ ફાસિલનો વર્કફ્રન્ટ: ફહાદ હાલમાં તાજેતરમાં રિલીઝ થયેલી મારી સેલ્વરાજ દિગ્દર્શિત 'મામનન'ની સફળતાથી ખુશ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાના ઉત્કૃષ્ટ અભિનયને કારણે પ્રતિસાદ મળી રહ્યો છે. 'મામનન'માં વાડીવેલુ, ઉદયનિધિ સ્ટાલિન અને કીર્તી સુરેશ પણ સામેલ છે. જ્યારે ફહાદ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા હાલમાં 'પુષ્પા 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જે અલ્લુ અર્જુન સ્ટારર છે. SP તરીકેની તેમની અગાઉની ભૂમિકા ફરી ભજવશે.

  1. Malti In Traditional: પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર
  2. Jawan Posters: 'જવાન'માંથી શાહરુખ ખાનનો બાલ્ડ લુક આઉટ, દમદાર પોસ્ટર રિલીઝ
  3. Oscar Winning Director: ઓસ્કાર વિજેતા દિગ્દર્શક વિલિયમ ફ્રિડકિનનું અવસાન, 87 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

Last Updated : Aug 8, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.