મુંબઈ: સાઉથ અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવને પોતાના જુડવા બાળકોના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કપલે મલેશિયામાં કુઆલાલંપુરમાં બાળકોના જન્મદિવસની ઉજવણી ઉત્સાહ સાથે ઉજવી હતી. તેમણે પેટ્રોનાસ ટાવર્સ પાસે તસવીર લીધી હતી, જે સોશિયલ મીડિયા પર ચાહકકો સાથે શેર કરી છે. આ તસવીર જોઈ ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. આ વર્ષે નયનતારા અને વિગ્નેશે પોતાના બાળકોનો પ્રથમ જન્મદિવસ મનાવ્યો હતો. નયનતારા અને વિગ્નેશ શિવન લગ્નના ચાર મહિના બાદ વર્ષ 2022માં માતાપિતા બન્યા હતા.
જોડિયા બાળકોનો જન્મદિવસ ઉજવ્યો: નયનતારાએ પોસ્ટમાં તસવીર શેર કરીને લખ્યું છે કે, ''માય ટ્વિન પૉવર હેપ્પી બર્થ ડે ટૂ યૂ ટુ.' આ સાથે જ તેમને ખુશી વ્યક્ત કરતા આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે નયનતારાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેના ટ્વીન્સ બાળકોનો જન્મદિવસ તે પાવરફુલ ટ્વીન્સ ટાવરની સામે ઉભા રહીને ઉજવે. આ પ્રસંગે તેને ભગવાનનો ધાન્યવાદ પણ માન્યો હતો અને લખ્યું કે Blessed 😇 as always 🧿❤️😇😇😇🥰🥰🥰
નયનતારા અને વિગ્નેશની પ્રથમ મુલાકાત: વિગ્નેશ શિવન અને નયનતારાને વર્ષ 2015માં 'નાનુમ રાઈડી ધાન'ની શૂટીંગ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. તેમણે માર્ચ 2021માં નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈ કરી હતી. જૂન 2022માં મહાબલીપુરમમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. અક્ટોમ્બર 2022માં વિગ્નેશે જાહેરાત કરી હતી કે, તેઓ જુડવા બાળકોના માતાપિતા બન્યા છે. તાજેતરમાં નયનયારા સ્ટારર ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. અભિનેત્રી ફિલ્મની સફળતાનો આનંદ લઈ રહી છે.