મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની પત્નિ આલિયા વચ્ચેનો વિવાદ ખૂબજ ચર્ચામાં છે. આગઉ આલિયાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં આલિયા અને નવાઝુદ્દીન બન્ને એકબીજા સાથે વિવાદ કરતા જોવા મળે છે. આ ઉપરાંત કોર્ટે દ્વારા તેમનો ઝઘડો મમતાથી ઉકેલાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલમાં નવા સમાચાર સામે આવ્યાં છે, જેમાં નવાઝુદ્દીન સામે આલિયાએ પોલિસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: HCA Film Awards: HCA 2023માં RRR ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ સ્ટંટ મૂવીનો એવોર્ડ, રાજામૌલીએ વ્યક્ત કર્યો આભાર
સિદ્દીકી સામે દુષ્કર્મનો કેસ દાખલ: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની તેની પૂર્વ પત્ની આલિયા સાથેની તકરાર દિવસેને દિવસે વધી રહી છે. પાછલા દિવસોમાં આલિયાએ નવાઝુદ્દીનને પોતાના બંગલાની બહાર ઉભો રાખીને ઘણું બધું કહ્યું હતું. અભિનેતા તેની પૂર્વ પત્ની સામે જીભ દબાવીને કંઈ બોલી શક્યો ન હતો. હવે બંનેનો સંઘર્ષ દુનિયાની સામે આવી ગયો છે. દરમિયાન નવાઝુદ્દીનની પૂર્વ પત્ની આલિયાએ અભિનેતા વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. આલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં નવાઝુદ્દીનની પૂર્વ પત્ની આલિયા રડી રહી છે. આલિયાએ પોતે જ પોતાના વીડિયોમાં અભિનેતા વિરુદ્ધ નોંધાયેલા કેસની માહિતી આપી છે. પૂર્વ પતિ નવાઝુદ્દીન સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યા બાદ આલિયાનું કહેવું છે કે મારે ગમે તે કરવું પડે, હું મારા બાળકો તેને નહીં આપીશ.
પોલિસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ: આલિયાએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, એક મહાન અભિનેતા, જે ઘણીવાર મહાન વ્યક્તિ બનવાની કોશિશ કરે છે. મારા માસૂમ બાળકને ગેરકાયદેસર ગણાવનાર નિર્દય માતા અને આ બદમાશ ચૂપ રહે છે. ગઈકાલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેની સામે દુષ્કર્મની પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. ગમે તે થાય, અમારું માસૂમ બાળક આ હૃદયહીન હાથમાં છે. બાળકોને જવા નહીં દે. જાઓ'.
આ પણ વાંચો: Kangana Ranaut Reaction: 'સેલ્ફી'ની રિલીઝ પર કંગનાએ કરણ પર સાધ્યુ નિશાન, ચર્ચાસ્પદ વાત કહી દીધી
બાળકોના અભ્યાસમાં મુશ્કેલી: નવાઝુદ્દીન અને આલિયાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. લગ્નના ઘણા વર્ષો પછી પણ પૂર્વ દંપતી વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં નવાઝુદ્દીનની માતા આલિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેતાની માતાએ આલિયા પર આરોપ લગાવ્યો હતો કે, છૂટાછેડા પછી પણ તે નવાઝુદ્દીનના ઘરમાં બળજબરીથી ઘૂસી ગઈ હતી. આના જવાબમાં આલિયાએ નવાઝની માતા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. હવે નવાઝ અને આલિયા વચ્ચેની આખી લડાઈ બાળકોની કસ્ટડીને લઈને છે. નવાઝુદ્દીન કહે છે કે, તેના બાળકો દુબઈમાં અભ્યાસ કરે છે, પરંતુ આલિયાએ બાળકોને ભારતમાં પોતાની સાથે રાખ્યા છે અને તેમના અભ્યાસમાં તકલીફ પડી રહી છે.