ETV Bharat / entertainment

nawazuddin siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી પારુલ યુનિવર્સિટીની મુલાકાતે, કહ્યું હું જુગાડ કરી કમાણી નથી કરતો

જાણીતા ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પારુલ યુનિવર્સિટીમાં ફિલ્મ મેકિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું. આ નેવેદનમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રેરણા પુરી પડીતી ઘણી વાતો શેર કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે એક્ટર નિક્કી તંબોલી હાજર રહ્યાં હતાં.

નવાઝુદ્દીન સિદ્દીકીની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી

author img

By

Published : May 9, 2023, 4:38 PM IST

વડોદરા : શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ મુલાકાત લીધી હતી. આ અભિનેતાએ ફિલ્મ જગતમાં ગણા ફિલ્મ અવર્ડ અને જાણીતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ અભિનેતાની ઉપસ્થિતિ એ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આર્ટસ અને ફિલ્મ મેકિંગ ક્ષેત્રમાં કારકિર્દી માટે ખૂબ ઉપયોગી બની હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીની પારુલ યુનિવર્સિટીની મુલાકાત, વિદ્યાર્થીઓને ઉત્સાહ પુરો પાડ્યો

પત્રકારત્વ એક બહુ મોટી જવાબદારી: આ અભિનેતાએ જાણીતી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં પત્રકાર બની અભિનય કર્યો હતો. આ અંગે તેઓને પત્રકારત્વ વિશે પૂછતા કહ્યું કે, પત્રકાર એક બહુજ મોટી જવાબદારી છે. સચ્ચાઈને બહાર લાવવામાં બહુ મોટી જવાબદારી હોય છે. પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર છે, જે ખૂબ મોટી જવાબદારી છે. વધુમાં લોકો જુગાડ કરી રાતો રાત કરોડ પતિ બનવાની વાતો કરતા હોય છે. આ અંગે કહ્યું કે, નાના નાના જુગાડ યોગ્ય છે. પરંતુ રાતોરાત જુગાડ કરી અમીર બનવું મારા વિચારીની બહાર છે. મારા જુવાનીમાં મેં ઘણા નાના નાના જુગાડ કર્યા છે કેટલાક સફળ રહ્યા છે, તો કેટલાકમાં પીટાઈ પણ થઇ છે.

ફિલ્મ મોટા પડદા પર નિહાડવી જોઈએ: આ સાથે આવનાર નવી ફિલ્મ 'જોગીરા સા રા રા' અંગે પણ માહિતી આપી હતી. આ ફિલ્મને લઈ કહ્યું કે, લોકો સિનેમા હોલમાં જઈ નથી રહ્યા. અમે અભિનેતા બન્યા તે સિનેમા હોલમાં ફિલ્મ જોઈ ને બન્યા છીએ. કરણ કે, ત્યાં વધુ સમજ પડે છે. નાની સ્ક્રીન મોબાઇલમાં માત્ર માહિતી અને સ્ટોરી સમજાય છે, પરંતુ અભિનેતાની જે કલા હોય છે તે યોગ્ય રીતે નથી સમજી શકાતી. જે કોઈ એ હિન્દુસ્તાનમાં એક્ટર કે ફિલ્મ પ્રત્યે લગાવ હોય તો સિનેમા હોલમાં જઈને ફિલ્મને નિહાડવી જોઈએ. તેઓની સાથે એક્ટર નિક્કી તંબોલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Bandaa trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
  2. The Kerala Story: બંગાળમાં 'ધ કેરલા સ્ટોરી' જોઈ શકશે નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય
  3. The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'ના ક્રૂ મેમ્બરને મળી ધમકી, મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી

અનેક એવોર્ડ્સ મેળવ્યા: નવાઝુદ્દીન સિદ્દીકીએ ગેંગ્સ ઓફ વાસેપુર, લૉન્ચબોક્સ, રમન રાઘવ 2.0 અને મન્ટો જેવી ફિલ્મમાં બેજોડ અભિનય થકી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તેઓને નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત બીજા ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મેળવ્યા છે. આવનાર દિવસોમાં ફિલ્મ 'જોગિરા સારા રા રા' રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. અભિનેતાની ઉપસ્થિતિ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ફિલ્મ મેકિંગના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.